________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫
જ અવધિજ્ઞાનનો ઉપયોગ દઈ જોયું કે પોતાના ગયા ભવના સંસારી પિતા નદીથી થોડે દૂર જઈ પુત્રની વાટ જોતા ઊભા છે, ને પોતાનું શરીર નદીકાંઠે પડ્યું છે. તરત તે દેવે પોતાના પૂર્વના શરીરમાં પ્રવેશ કર્યો ને ઊભા થઈ પિતા તરફ ચાલવા માંડ્યું. તેને આવતો જોઈ ધનમિત્ર સંતુષ્ટ થયા ને આગળ ચાલવા માંડ્યા. આગળ જતાં બીજા સાધુઓ પણ તરસથી વ્યથિત થવા લાગ્યા. તેમની ભક્તિ માટે દેવતાએ તે માર્ગમાં ગોકુલ વિકુવ્યા (ઉપજાવ્યા), ત્યાંથી છાશ વગેરે લઈ સાધુઓ સ્વસ્થ થયા. તેઓ જ્યાં બેસી છાશ આદિ વાપરતા હતા તે જગ્યાએ એક સાધુનું વીટિયું (વસ્ત્રોનું ઓશીકા જેવું પોટલું) ત્યાં ભુલાવડાવી દીધું.
કેટલેક દૂર ગયા બાદ તે સાધુને પોતાનું વીટિયું યાદ આવ્યું ને એ લેવા તે પાછા ફર્યા. થોડી વારે પાછા ફરી તેમણે બીજા સાધુઓને કહ્યું, “વીટિયું તો મળ્યું, પણ ક્યાંય ગોકુળ દેખાયું નહીં! આવડી મોટી વસાહત ને સેંકડો ગાય-ભેંસો અચાનક ક્યાં અદશ્ય થઈ ગયાં? અચરજની વાત!” આ સાંભળી સહુ ઘણું અચરજ પામ્યા, ને તેઓ વિચારવા લાગ્યા : નક્કી, આ દેવોની માયા હશે. એટલામાં દેવે પ્રગટ થઈ બધાને વંદન કર્યું, પણ પોતાના પિતાને વંદન કર્યું નહીં. આનો પરમાર્થ પૂછતાં દેવે આખી વાત કહી ઉમેર્યું - હું સચિત જળ પીવું, એવું તેમણે ઇચ્છયું અને સંમતિ આપી. એ મારા પિતા હતા પણ સ્નેહવશ તેમણે શત્રુનું જ કામ કર્યું. સંસારી ગૃહસ્થો રાખે તેવો રાગ મારા પિતાએ મારા ઉપર રાખ્યો. જો મેં તેમના કહેવા પ્રમાણે નદીનું પાણી પીધું હોત તો અનંત ભવભ્રમણ ઊભું થાત. માટે મેં તેમને પ્રણામ ન કર્યા. કહ્યું છે કે - તે જ ગુરુમહારાજ અને તે જ પિતાશ્રી સમજુ માણસો દ્વારા પૂજ્ય છે કે જેણે પોતાના શિષ્ય કે પુત્રને ઉન્માર્ગે પ્રવર્તાવ્યા નથી. ઈત્યાદિ કહી તે દેવે સ્વર્ગ ભણી પ્રયાણ કર્યું, ને સાધુઓ તેમનાં વખાણ કરતાં આગળ વધ્યા.
જેમ ધનશર્મા નામના બાળમુનિએ પ્રાણાંત સંક્ટમાં પણ સાધુને માટે અનુચિત જળપાન કર્યું નહીં, તેમ સર્વ સાધુઓએ પાપરહિત થઈને આ ચારિત્યાચારનો ત્રીજો આચાર એષણા સમિતિનું પાલન કરવું જોઈએ.
૧. નિર્દોષ આહાર લાવવો તે બેતાલીસ દોષ રહિત ગોચરીની પ્રાપ્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org