________________
[૧૩]
દેવદત્ત
પૃથ્વીપુરમાં જિનદાસ નામનો શ્રાવક રહેતો હતો. તેને દેવદત્ત નામનો પુત્ર હતો. પુત્રને જૈનધર્મનો રંગ લાગવાને બદલે કુસંગ હોવાથી વ્યસનોનો રંગ લાગ્યો હતો. દિવસે દિવસે વધુ ને વધુ નિષ્ઠુર થતો ગયો અને છેવટે સાતેય વ્યસનો સેવતો થઈ ગયો.
જિનદાસ બહુ જ શાંતિથી તેને આ માર્ગેથી પાછો વાળવા ધર્મશિક્ષા આપતા પણ દેવદત્ત ઉપર તેની કોઈ અસર થતી નહીં. ઉત્તરોત્તર તે વ્યસનોમાં વધુ ને વધુ ડૂબે જતો હતો.
દેવદત્તને સંસ્કારી બનાવવા જિનદાસ ઘણું વિચારતો. કોઈ ને કોઈ રીતે તેને સંસ્કારો આપી તેના આત્માને તારવો જ જોઈએ એવી સ્પષ્ટ સમજથી તેણે એક જિનપ્રતિમાની સ્થાપના ઘરના મુખ્ય દ્વારની સામે કરી અને પોતે તેની રોજ પૂજા કરતો. પૂજા પછી બહુ જ ભાવથી તે પ્રાર્થના કરતો કે ‘હે ત્રણ જગતના તારક પ્રભુ! તારી પ્રતિમા મને આત્મસ્વરૂપનું દર્શન કરાવવામાં દર્પણ રૂપ છે. મારી અનાદિકાળની ભ્રાંતિ તે દૂર કરવા સમર્થ છે. જેમ કે -
એક હંસ-બાળ બગલાના ટોળામાં આવી ગયું. ઘણો સમય તે બગલાના ટોળામાં રહ્યું અને મોટું થયું. એક વખત તેને ક્યાંક સરોવર કાંઠે રાજહંસ ને જોયો અને વિચાર્યું, અરે આ તો મારા જેવો જ છે. આમ, વિચારતાં વિચારતાં તેને બગલા અને હંસ વચ્ચેનો ભેદ સમજાયો અને ભેદ સમજાતાં તેમ જ સ્વ-સ્વરૂપનો પરિચય થતાં જ તેણે બગલાના ટોળાનો ત્યાગ કર્યો અને રાજહંસ સાથે ઊડી ગયું.
આ કથાથી એમ સમજવાનું છે કે - રાજહંસને સ્થાને જિનેશ્વર જાણવા. હંસનું બચ્ચું તે જીવ સમજવો. સંસારમાં ભમાડનારાં આઠ કર્મ અને મિથ્યાત્વના માર્ગને લઈ જનારાને બગલાનું ટોળું સમજવું. જીવ અનાદિકાળના ભવાભ્યાસથી આ ટોળા સાથે મોટો થાય છે. તેનામાં કાંઈક લઘુકર્મીપણું પ્રાપ્ત થવાથી શ્રીજિનેશ્વરની પ્રતિમારૂપ રાજહંસને જોઈ તેનું સ્વપર પોતાની સાથે સરખાવતાં ૧. ૧. હિંસા કરવી, ૨. જુઠુ બોલવું, ૩. ચોરી કરવી, ૪. વેશ્યાગમન, ૫. જુગાર રમવો, ૬. દારૂનું વ્યસન, ૭. માંસાહાર કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org