________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૦૪
ધ્યાન આપતા'તા એવું ધ્યાન છોકરાઓ ઉપર કેમ ન આપ્યું? શેઠ કહે, તેં ભણતા છોકરાઓને ઉઠાડી મૂક્યા, વાંક તારો જ છે. તું ખરેખર પાપીણી છે. શેઠાણી પણ ક્રોધમાં આવી ગમેતેમ શેઠને કડવા શબ્દો કહેવા માંડી. જે શેઠ સહન ન કરી શક્યા અને ક્રોધમાં આવી એક પથ્થર ઉપાડી શેઠાણીના માથા ઉપર ઘા કર્યો; જે વાગવાથી શેઠાણી મરી ગઈ. એ જ જીવ આ તમારી દીકરી ગુણમંજરી છે.
ગુણમંજરી પણ આ સાંભળતી હતી. તે મૂંગી હતી પણ કાને બરાબર સાંભળતી હતી. તેણે આ વાતચીત બરાબર સાંભળી.
શેઠે આચાર્યશ્રીની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને જણાવ્યું કે એને કરેલા પરભવનાં કર્મો અને જ્ઞાનની આશાતનાનો લાગેલ દોષ અત્યારે ભોગવી રહી છે. પણ હવે આ દુઃખમાંથી ઉગારવાનો કોઈ રસ્તો હોય તે બતાવો તો તેની જિંદગી કંઈક સુધરે.
જ્ઞાની ગુરુએ રસ્તો બતાવતાં કહ્યું કે જ્ઞાનની વિરાધના કરેલ છે તે માટે સમ્યકજ્ઞાનની (લૌકિક જ્ઞાનની નહીં) આરાધના કરવી એ પહેલું પગથિયું છે. જ્ઞાનની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય કર્મનાં પડળ ભેદી જાય છે. માટે જ્ઞાનનું બહુમાન અને જ્ઞાનની ભક્તિ કરવી જોઈએ. કારતક સુદ-૫ એ જ્ઞાન પંચમીનો દિવસ છે. ત્યારથી શરૂ કરી દર સુદ પાંચમે ઉપવાસ કરવો. તે દિવસે મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક “નમો નાણસ્સ'ની ૨૦ માળા ગણવી, જ્ઞાનના ૫૧ ભેદ છે માટે પ૧ ખમાસણા અને પ૧ લોગસ્સનો કાઉસ્સગ કરવો. સવાર સાંજ પ્રતિક્રમણ કરવું, બને તેટલું સમ્યક જ્ઞાન મેળવવા ધર્મનું ભણવું, અને શક્તિ મુજબ સમ્યક્ જ્ઞાન ખાતે ધન વાપરવું. સાડા પાંચ વર્ષ સુધી આ તપ કરવું.
આ બધું સાંભળતાં ગુણમંજરીને પોતે ગયા ભવમાં કરેલ કર્મો માટે સખત પશ્ચાત્તાપ થયો, અને ગુરુએ બતાવેલા માર્ગે ચાલવાનો મનથી નિશ્ચય કર્યો. તેની આંખમાં આંસુ આવી ગયાં. મારા જ્ઞાનાવરણીય કર્મ ખપાવવા હું આ જરૂર કરીશ. આ પશ્ચાત્તાપનું ફળ તેને તરત જ ફળ્યું. મૂંગાપણું ટળી ગયું અને વાચા ખૂલી ગઈ અને ગુરુદેવને નમન કરી કહ્યું, તમે મને મારો પરભવ ન સમજાવ્યો હોત તો હું સંસાર સાગરમાં ડૂબી જ જાત. હવે આપના કહ્યા પ્રમાણે સમ્યક જ્ઞાનની આરાધના તથા તપ જરૂર કરીશ. ગુણમંજરીએ ત્યારથી આરાધના ૧. નમો નાણસ્સ = જ્ઞાનને નમસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org