________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦૩
હોય છે કે તે ભોગવ્યે જ છૂટકો થાય છે. તે શ્રેષ્ઠી! તમારી પુત્રી પૂર્વ ભવમાં કરેલાં અશુભકર્મોનો વિપાક ભોગવી રહી છે. ગતભવમાં ગુણમંજરી ખેટકપુર નામના નગરમાં જિનદાસ નામે એક શ્રીમંત શ્રેષ્ઠીની પત્ની હતી. સુંદરી એનું નામ હતું. સંસારસુખ ભોગવતાં એને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ. આવા બહોળા પરિવારથી એનો સંસાર ભર્યોભાદરો લાગતો હતો. પાસે ઘણું ધન હતું એટલે છોકરાઓને બહુ મોઢે ચડાવ્યા હતા. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમને ભણવા માટે નિશાળે મૂકતા ગયા. શિક્ષકો ખૂબ ધ્યાન દઈ ભણાવતા પણ મોઢે ચડાવેલા છોકરાઓ ધ્યાનથી ભણતા નહીં અને ખૂબ તોફાનો કરતા હતા. શિક્ષકો એમને શાંત થવા ખૂબ જ સમજાવતાં પણ પથ્થર ઉપર પાણી જેમ અસર ન કરે તેમ આ તોફાનીઓ ઉપર કોઈ શિખામણની અસર થતી નહિ.
એક દિવસ શેઠના છોકરાઓએ ભેગા થઈ નિશાળમાં મોટું તોફાન કર્યું આથી એક શિક્ષકે સોટીથી આ છોકરાઓને માર્યા. આ સોટી વાગવાથી છોકરાઓને તેના સોળ પડ્યા. ઘરે આવી તેમને મા પાસે રોતાં રોતાં ફરિયાદ કરી. શિક્ષકે આજે અમોને સોટીએ સોટીએ ખૂબ માર્યા છે. જુઓ આ સોળ. આ સાંભળી સુંદરી શેઠાણીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો અને કહ્યું કાલથી ભણવા જ નથી મોકલવા, ભણ્યા વગરના પણ ઘણા માણસો અઢળક ધન કમાઈ શકે છે. ભણવાની આપણને કોઈ જરૂર નથી. અઢળક ધન આપણી પાસે છે. માટે નહિ ભણો તો પણ કંઈ વાંધો નથી. આવી સમજણથી બધા છોકરાની ભણવાની બધી ચોપડીઓ ચૂલામાં નાખીને બાળી નાખી. આ જ્ઞાનની કરેલ ભયંકર આશાતના તારી પુત્રી આ ભવે ભોગવી રહી છે.”
વ્યાવહારિક ભણતર એ કોઈ ધાર્મિક કૃત્ય નથી પણ લૌકિક કૃત્ય છે. વ્યાવહારિક ભણતરને ઉત્તેજન આપવું એ કોઈ ધાર્મિક કૃત્ય નથી. પણ પુસ્તક વગેરે બાળી નાખવાં એ જ્ઞાનની આશાતના છે. જે અધમ કૃત્ય છે, તેનાથી અશુભ કર્મનો બંધ થાય છે. તે સુંદરીને તેના પતિએ છોકરાને ભણવા મોકલવા ઘણું સમજાવી પણ તે કોઈ રીતે સમજી નહીં. છોકરાઓને ભણાવવા ન ભણાવવા બાબત વારંવાર બન્ને વચ્ચે બોલાચાલી થતી જ રહી. બન્ને એકબીજાનો વાંક કાઢતાં રહ્યાં. સુંદરીએ કહ્યું, છોકરાઓ ઉપર તમે કોઈ ધ્યાન ન આપ્યું. વેપારમાં ૧. પૂર્વે બાંધેલા કર્મોના ફળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org