________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૦૧
માન ઊપજયું. શોક સંપ્ત રાજાએ શ્રી ભદ્રબાહુ સ્વામીને આદરપૂર્વક તેડાવી પૂછ્યું: ‘તમે બાળકનું આયુષ્ય સાત દિવસનું શાથી જાણ્યું? બાળકના મૃત્યુનો સમય સાચો પડ્યો પણ બિલાડીથી મોત થવાની વાત ખોટી પડી. ગુરુમહારાજે તે આગળો મંગાવવા કહ્યું અને તે ઉપર બીલાડીનું ચિત્ર હતું તે રાજાજીને બતાવ્યું, અને મૃત્યુના ટાઈમ અંગે જણાવ્યું કે વરાહમિહિરે કુમારના જન્મ બાદ વાજાં વાગ્યાં તે પછીનું લગ્ન જોયેલ જ્યારે અમે વાજાં વાગ્યાં પૂર્વનું લગ્ન જોયેલ તેથી આ મોટો ફર્ક પડ્યો.
એક વાર રાજસભામાં વરાહમિહિર તથા શ્રી ભદ્રબાહુ સ્વામીજી આદિ બેઠા હતા, ત્યારે રાજાએ કહ્યું : “કંઈ અજબ જેવી કોઈ ઘટના હોય તો જણાવો.” વરાહમિહિરને પોતાની પંડિતાઈ બતાવવાનો ભારે ચસકો. તેણે તરત કહ્યું - “આજે સંધ્યા સમયે અચાનક વરસાદ પડશે, તેમાં મેં કાઢેલા માંડલામાં એક અર્ધા પલના વજનનો મત્સ્ય પડશે” રાજાએ આચાર્ય દેવને પૂછ્યું : “શું આ સાચું કહે છે?” તેમણે કહ્યું – “વાત કંઈક અંશે સાચી છે પણ તે માછલું કુંડાળામાં નહીં પણ કુંડાળાની બહાર પૂર્વભાગમાં પડશે અને વજન અર્ધા પલ કરતાં થોડું ઓછું હશે. સાંજે વરસાદ પડ્યો અને ભદ્રબાહુ સ્વામીજીના કહેવા પ્રમાણે માછલું કુંડાળાની બહાર પડ્યું. વજન પણ અર્ધા પલ કરતાં ઓછું થયું. પરિણામે જૈન ધર્મનો જય જયકાર થયો. રાજા પણ જિનધર્મી થયો. સ્વમાન ખોઈ બેઠેલા વરાહમિહિરે સંન્યાસ લીધો. અજ્ઞાનકષ્ટ આચરી, મરી પ્રાંતે વ્યંતર થયો. તેને જૈને માત્ર ઉપર દ્વેષ હતો. સાધુઓ ઉપર તો તેનું કંઈ જોર ચાલ્યું નહીં. પણ શ્રાવકો ઉપર તેણે મરકીનો ઉપદ્રવ કર્યો. આ જાણી શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉપદ્રવ ઉપસર્ગને ઉપશાંત કરવા “ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરી, તેના સ્મરણ-શ્રવણથી ઉપદ્રવ ઉપશાંત થયો. આ સ્તોત્રમાં આજે પણ એવી જ અચિંત્ય શક્તિ છે. આમ, શ્રતધર શ્રી ભદ્રબાહુ સ્વામી ઘણા જીવોને ધર્મ પમાડી અંતે સ્વર્ગે ગયા.
૧. પલ એટલે ચાર તોલા. ૨. અણ સમજપૂર્વકનું ધર્મ ૩. હલકી પ્રવૃત્તિવાળા દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org