________________
-
-
-
-
-
-
-
-
[૧૪]
જિનદાસ શેઠ
જિનદાસ ખૂબ જ ગરીબીમાં ઉછર્યો હતો. સારી એવી બાણવિદ્યા એણે સાધી હતી. તે મજૂરી કરતો. કપાસની ગાંસડિયો તથા ઘીના કુડલા વગેરેનો બોજ ઉપાડી સાધારણ મજૂરી મેળવી સંસાર ચલાવતો.
એક વખત અતિ ભાવથી તેણે ભક્તામર સ્તોત્રનું સ્મરણ કર્યું. તેના ઉત્કટ ભાવથી પ્રસન્ન થઈ શાસનદેવીએ જિનદાસને વશીકરણ રત્ન આપ્યું.
એક સમયે કોઈ કામ અર્થે તે પરગામ જતો હતો. રસ્તામાં તેને લોકજીભે ચઢેલા રીઢા ત્રણ ચોરો મળ્યા. જિનદાસે સામે ત્રણ જ ચોર જોઈને પાસે હતાં તે બધાં બાણમાંથી ત્રણ રાખી બીજા તોડી ફેંકી દીધો અને ત્રણ બાણથી ત્રણ ચોરને પોતાની આવડત તથા રત્નના પ્રભાવથી વીંધી નાખ્યા.
જિનદાસની આ પરાક્રમ ગાથા પાટણના રાજા ભીમદેવ પાસે પહોંચી. ભીમદેવે સન્માનપૂર્વક જિનદાસને રાજદરબારમાં બોલાવ્યો અને દેશની રક્ષા કરવા તેને ખડગ આપીને સુભટોનો અધિકારી બનાવ્યો.
તે વખતે પાટણનો સેનાપતિ શત્રુ-શલ્ય નામનો ઈર્ષ્યાથી બળેલો હતો. તેણે આ વાણિયાને આવું પદ અપાતાં રાજ્યસભામાં વિરોધ કરતાં બોલી ઉક્યો:
ખાંભા તાસ સમપિએ,
જસુ ખાંડે અભ્યાસ; જિણહાકુ સમuિએ
તુલ ચેલઉ કપાસ.” હે રાજન! ખડગ તેવાને આપીએ કે જેને વાપરવાનો અભ્યાસ હોય. વાણિયાને તો તોલવાનો કાંટો, વસ્ત્રો કે પાસ જ વેપાર કરવા અપાય.” આ સાંભળી જિનદાસે કહ્યું,
અસિધર ધણધર કુતધર, - સત્તિ ધરાવી બહુએ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org