________________
જૈન શાસનના ચમકતા સિતારા - પપ
જિનદ્રવ્યનું ભક્ષણ કરે તો તે સંસારી થાય છે અને શ્રાવક જો જિનદ્રવ્યનું ભક્ષણ કરે તો તે ઉતરતી કક્ષાનો સંસારી થાય છે.”
ગુરુએ આ સંબંધમાં એક દષ્ટાંત કહ્યું : એક શ્રીમંત શેઠ હતા. તે શેઠ મકાન ચણાવતા હતા. ગરીબ પાડોશીએ કોઈ જિનાલયની ઈટો લાવીને શેઠના મકાનની ઈટો ભેગી મૂકી દીધી. મકાન તો તૈયાર થઈ ગયું. પણ જિનાલયની ઇંટોનો તેમાં ઉપયોગ થયો હોવાથી એ શેઠ થોડા દિવસમાં જ ગરીબ થઈ ગયા. એ જોઈને એક અવસરે પેલા ગરીબે શેઠને કહ્યું : “કેમ શેઠ! હવે સમજાય છે ને કે ગરીબી કેવી હોય છે?” એમ કહીને તેણે કરેલ કૃત્યની વાત કહી.
એ જાણતાં જ શેઠે ઘરમાંની એક ભીંત પડાવી પેલી ઈટો કઢાવી નાંખી અને તેના પ્રાયશ્ચિત્તરૂપે એક નવું જિન ચૈત્ય બંધાવ્યું. - “શુભંકર! આમ તેં જિનદ્રવ્યનું ભક્ષણ કર્યું છે. આથી તે મોટું પાપ કર્યું છે” ગુરુ મહારાજે કહ્યું. “હા મને પણ ગઈ કાલે ઘણા દ્રવ્યની હાનિ થઈ છે.” શુભંકરે કબૂલ્યું.
ગુરુ કહે : શુભંકર તારું તો બાહ્ય ધન ગયું છે. પણ આ મુનિનું તો અંતરંગ ધન હણાઈ ગયું છે. હવે, તારે આ પાપની આલોચના માટે તારી પાસે જે કંઈ દ્રવ્ય છે તેનાથી તારે એક ચૈત્ય યાને જિન મંદિર કરાવવું.”
શુભંકરે આલોચના માટે જૈનચૈત્ય બંધાવ્યું. ગુરુએ શિષ્યને રેચક-પાચક વગેરે ઔષધો આપી અશુદ્ધ આહારથી પેટ શુદ્ધ કર્યું. જે પાત્રામાં આહાર વહોર્યો હતો તે પાત્રાને છાણ અને રક્ષાનો લેપ કરી ત્રણ દિવસ તડકે મૂકયા. એ મુનિએ પણ પોતાના દુર્થાન માટે ગુરુની આજ્ઞા મુજબ પ્રાયશ્ચિત્ત કર્યું.
આ શુભંકરની કથા પરથી આપણે શીખવાનું છે કે ભૂલેચૂકે પણ દેવદ્રવ્યનું ભક્ષણ આપણે આપણા માટે ન કરીએ.
-
હું વ્રત એકટાણાં, ઉપવાસ કરું અને મારા, મનમાંથી ગુસ્સો, ઈર્ષા, ડેખ નિર્મૂળ ન થાય તો મારું તપ મિથ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org