________________
[૨૦]
રાજા શિખિધ્વજ અને ચૂડાલા
રાજા શિખિધ્વજ અને રાણી ચૂડાલા પતિ-પત્ની હતાં. બન્ને ઈશ્વર-ભક્ત હતા. રાણીને તત્ત્વબોધ થયો હતો, પણ રાજાને રાણી જેવો તત્ત્વબોધ થયો ન હતો. સમજ આવવાથી રાજાએ વિચાર્યું કે “રાજ-પાટ, કુટુંબ પરિવાર, વગેરેનો ત્યાગ કરી વનમાં જઈને પરમાત્માનું ભજન કરું તો જ આત્મ-તત્ત્વને પામી શકાશે.” આવો વિચાર કરીને રાજ્યનો કારભાર કુંવરને સોંપી તેઓ વનમાં જવા તૈયાર થયા. રાણીએ સમજાવ્યા છતાં રોકાયા નહિ. ગાઢ અરણ્યમાં જઈ પર્ણ કુટીર બાંધી ત્યાં રહેવા લાગ્યા.
થોડા દિવસ તો ઈશ્વરભજનમાં તલ્લીન થઈ આનંદથી દિવસ પસાર કર્યા કરતા. પણ ત્યારબાદ રાજ્ય-નગર, રાણી-કુંવર વગેરે યાદ આવવા લાગ્યાં. રાણી મારા વિના શું કરતી હશે? તે કેમ રહી સકતી હશે? કુંવરને રાજ્ય સોંપ્યું છે પણ તે હજ બરાબર સમજુ થયો નથી એટલે દુશમન રાજા ચડાઈ કરી મારું રાજ્ય લઈ લેશે તો? કોઈ ચોર-લૂંટારાઓ આવી ખજાનો લૂંટી જશે તો? મારી પ્રજા સુખમાં તો હશે ને? આવા આવા વિવિધ પ્રકારના વિચારો આવવા લાગ્યા.
આવી જ રીતે રાણી ચૂડાલા જે રાજ્યમાં જ રહેતી હતી તેણે રાજાનું સ્મરણ થવા લાગ્યું. તેથી તેણીએ વિચાર કર્યો કે, રાજા મારો તથા રાજ્યનો ત્યાગ કરી ગયેલા છે. છતાં, મને હર વખત યાદ આવ્યા કરે છે. એટલે મને એમ લાગે છે કે, રાજાને પણ વનમાં આવા જ વિચારો આવતા હોવા જોઈએ. જો તેમને આવા વિચારો ન આવતા હોય તો મને પણ રાજા યાદ આવત નહિ, એટલે મારું મન સાક્ષી પૂરે છે કે રાજા વનમાં જઈને-ઈશ્વરભજન કરવાને બદલે ઊલટા અત્રેની ચિંતા કરતાં અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થયા છે. માટે તેમને સમજાવવા જોઈએ. એમ વિચારીને રાણી ચૂડાલા સંન્યાસીનો વેશ ધારણ કરીને રાજાને શોધવા નીકળી પડી. શોધતાં-શોધતાં જ્યાં રાજા પર્ણકુટીર બાંધીને રહેતા હતા ત્યાં આવી પહોંચી. કોઈ સંન્યાસી મહાત્મા પોતાના ગામથી આવ્યા છે એમ જાણી પર્ણકુટીરમાંથી રાજા બહાર આવ્યા અને સંન્યાસી વેશમાં આવેલી રાણીને ૧. નવ તત્ત્વોનું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org