________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૬૩
ઘણા વિચારને અંતે તે ગુરુ પાસે આલોયણા લેવા નીકળ્યા. ચાલતાં ચાલતાં રસ્તામાં પગમાં કાંટો વાગ્યો. એ અપશુકનથી સાચી વાત ગુરુને કહી દેવા તૈયાર થયેલું મન પાછું પડ્યું. છેવટે તેમણે બીજાનું નામ દઈને પૂછવું, “ગુરુદેવ! જે આવું દુર્બાન કરે તેને શું પ્રાયશ્ચિત્ત આવે? ગુરુજીએ સ્પષ્ટતા કરવા કહ્યું પણ તે ન કરી શક્યાં. ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્ત જાણી લીધું. તે પ્રમાણે તેમણે પચાસ વરસ સુધી નીચે પ્રમાણે તપ કર્યો. છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કરી દસ વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કરી. બે વર્ષ માત્ર નિર્લેપ ચણાનો આહાર લીધો. બે વર્ષ ફક્ત ભૂજેલા ચણાનો આહાર લીધો, સોળ વર્ષ માસ ક્ષમણ કર્યા અને વીસ વર્ષ આયંબીલ તપ કર્યું. આમ, લક્ષ્મણા સાધ્વીજીએ ઉગ્ર તપ કર્યું પણ હૈયે શલ્ય રાખી આ તપ કર્યું હતું તેથી તેમનો આત્મા વિશુદ્ધ ન થયો, અને આર્તધ્યાનમાં તે કાળધર્મ પામ્યા, અને અનેક ભવો કરતાં કરતાં આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના તીર્થમાં મુક્તિને પામશે.
પ્રભુ તારું ગીત પ્રભુ તારું ગીત મારે ગાવું છે પ્રેમનું અમૃત પાવું છે... પ્રભુ તારું આવે જીવનમાં તડકા છાયાં માગું છું પ્રભુ તારીજ માયા ભક્તિના રસમાં નહાવું છે. પ્રભુ તારું ભવસાગરમાં નૈયા ઝુકાવી ત્યાં તો અચાનક આંધી ચડી આવી. સામે કિનારે મારે જાવું છું. પ્રભુ તારું તું વીતરાગી, હું અનુરાગી તારા ભજનની રટ મને લાગી. પ્રભુ તારા જેવું મારે થાવું છે. પ્રભુ તારું
૧. સુખ-દુઃખની ચિંતાઓ કરવી, ઉદાસ થવું - શરિરની ચિંતા કરવી વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org