________________
[૧૦]
અંગર્ષિ ઋષિ
ચંપાપુરીમાં કૌશીકાર્ય નામના ઉપાધ્યાયને અંગર્ષિ અને રૂદ્રક નામના બે શિષ્યો હતા. તેમાં પહેલો શિષ્ય અંગર્ષિ સૌમ્ય મૂર્તિ, સ્વભાવે સૌમ્ય અને ન્યાય માર્ગે ચાલનારો તથા વિનયી હતો. કોઈ સાથે છળ કપટ કરતો નહીં. તેમાં પણ ખાસ કરીને ગુરુને (ઉપાધ્યાયને) તો કદીય છેતરવાની કલ્પના પણ નહોતો કરી શક્યો અને બીજો રૂદ્રક તેનાથી ઊલટા એટલે કે વિપરીત સ્વભાવનો હતો. ઉપાધ્યાય જ્યારે જ્યારે તેના અંગર્ષિ શિષ્યની પ્રશંસા કરતા ત્યારે તે રૂદ્રકથી સહેવાતું નહીં, ઇર્ષાની આગથી પ્રજ્વળતો તે અંગર્ષિનાં છિદ્રો શોધ્યા જ કરતો, બીજાનાં છિદ્રો શોધવામાં તે ઘણાં કાર્યો વિસરી જતો.
એક વાર પ્રાતઃકાળે જ ઉપાધ્યાયે તે બન્નેને ઇંધણ લાવવા મોકલ્યા. તે જ સમયે અંગર્ષિ, ગુરુજીની આજ્ઞાને શિરોમાન્ય કરી, ઇંધણ માટે જંગલમાં ગયો. રૂદ્રક આળસુ હોવાથી ધૂતાવાસ તથા દેવાલયમાં થતા નાટક જોવામાં મધ્યાહ્ન સુધી રોકાયો. તેટલામાં તેને ગુરુજીની આજ્ઞા યાદ આવી એટલે જંગલ તરફ ચાલ્યો. ત્યાં જ માર્ગમાં તેને અંગર્ષિને લાકડાનો મોટો ભારો લઈ આવતો જોયો. તે જોઈને તે ભય પામ્યો, અને નદીના નિર્જન કાંઠા તરફ ભાગ્યો. ત્યાં નદીના નિર્જન કિનારે પંથક નામના પુત્રને ભાત (ભોજન) આપીને પાછી વળતી અને માથે મોટો લાકડાનો ભારો ઊંચકેલી, કેડેથી વાંકી વળી ગયેલી એવી જ્યોતિર્યશા નામની ઘરડી ડોશીને જોઈ નિર્જનતામાં સારા-નરસાનો વિવેક વિસરી, ધર્મની સંજ્ઞા યાને રૂદ્રક નિતિશાસ્ત્રને પણ ભૂલી જઈ વૃદ્ધાની હત્યા કરી નાખીને તેની પાસેનો મોટો લાકડાનો ભારો ઊંચકી લઈ, ટૂંકા રસ્તેથી અંગર્ષિની પહેલાં રૂદ્રક આશ્રમમાં પહોંચ્યો, અને પહોંચતાં જ બોલ્યો ઃ હે ઉપાધ્યાય! તમારા અતિ વહાલા શિષ્યના કરતૂકો સાંભળો - તેણે કરેલાં કાળા કૃત્યની કથા શું કહું? તે તો તમારી આજ્ઞાને તૃણ તુલ્ય સમજીને બપોર સુધી નાટક તમાશા ને નાચ જોતો હતો. પછી વધુ વિલંબ થવાથી અટવી તરફ ગયો અને ત્યાંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org