________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫
કૌમુદીને અભિનંદન આપવા પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયો અને કહ્યું, ઇન્દ્રના મુખે તમારી પ્રશંસા સાંભળીને પરીક્ષા કરવા પોતે આવ્યો ને ત્રણ લક્ષપાકના બાટલા તેને પોતે જ ફોડી નાખ્યા હતા તે વાત પ્રગટ કરીને વધુમાં કહ્યું,
હે સતી! તમે તમારા જીવનમાં ખરેખર ક્ષમાધર્મને અપનાવ્યો છે. ઇન્દ્ર મહારાજાએ કરેલ પ્રશંસા સત્ય છે. એમાં હવે મને કોઈ શંકા નથી. તમારી શીલપ્રિયતા અને ક્ષમાશીલતા આ જગતના જીવો માટે મહાન આદર્શરૂપ છે.” એમ કહીને દેવ કૌમુદીના ચરણમાં મૂકી પડ્યો.
શાસ્ત્રમાં કહ્યું છે કે જે શુદ્ધ ભાવથી બ્રહ્મચર્યનું પાલન કરે છે તેના ચરણમાં દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નરો નમસ્કાર કરે છે. માનવ શરીર તેનાં પહેરેલ વસ્ત્રો કે અલંકારોથી શોભતું નથી પણ તેની શોભા શીલ, સત્ય, સદાચાર, સરળતા આદિ ગુણોથી શોભે છે.
કૌમુદીના આવા ઉચ્ચ ગુણોના પ્રભાવે દેવે તેના ઉપર પ્રસન્ન થઈ સુગંધિત પુષ્પો અને સોનામહોરોની વૃષ્ટિ કરી અને ત્રણ લક્ષપાકના જે બાટલા તેણે ફોડી નાખ્યા હતા તે જેવા હતા તેવા કરી મૂકી દીધા. પછી સતીને પુનઃ વંદન કરીને એના સ્થાને ચાલ્યો ગયો.
આગ જેમાંથી પ્રગટે તેને જ પહેલા બાળી નાખે છે. એ રીતે ગુસ્સો પણ જેના હૃદયમાંથી પ્રગટે એને જ પહેલા બેચેન કરી મૂકે છે.
વાંચક મહાનુભાવો પણ ક્રોધના કષાયથી બચે તેવી અભ્યર્થના.
પૈસો આહારની ખાતરી આપે, ભૂખ ની નહીં. પૈસો સંબંધોની ખાતરી આપે, પ્રેમ ની નહીં. પૈસો મકાનની ખાતરી આપે, ઘર ની નહીં. પૈસો બેડરૂમની ખાતરી આપે, ઊંઘ ની નહીં. પૈસો વૈભવની ખાતરી આપે, આનંદ ની નહીં. પૈસો દવાની ખાતરી આપે, આરોગ્ય ની નહીં. પૈસો ખાતરી આપે, સમાધાન નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org