________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૪૩
કૌમુદીને જોઈને સઘળા કુટુંબીજન રાજી થયા, એને પોતાનાં અસહ્ય દુઃખમાં પોતાની શીલ રક્ષા કરી હતી તે વિગતે જણાવતાં તેના પતિ સહિત સઘળા હર્ષવિભોર બની ગયા.
એક અભિમાન અને ક્રોધથી કૌમુદી ઉપર શું શું વીત્યું તે તેને હવે સમજાઈ ચૂક્યું હતું. એટલે હવે પછી કોઈ પણ દિવસ અભિમાન કે ક્રોધ ન કરવાની તેને મનોમન પ્રતિજ્ઞા કરી.
આ પ્રતિજ્ઞાથી તે એવી પવિત્ર બની કે એની ક્ષમા, શિલ અને ધીરતાની પ્રશંસા ખુદ દેવલોકના દેવો કરતા હતા. જે કૌમુદી પહેલા અભિમાન અને ક્રોધનો દાવાનળ હતી તે હવે ક્ષમાનો સાગર બની ચૂકી હતી.
એક દિવસ એ નગરની બહાર ઉદ્યાનમાં કોઈ મહાજ્ઞાની, ધ્યાની અને પ્રશાંત મુનિરાજ ધ્યાનમાં ઊભા હતા. તે વખતે કોણ જાણે ક્યાંથી અચાનક આગ લાગી. આથી ધ્યાનસ્થ મુનિનું શરીર અગ્નિના દાહથી બળવા લાગ્યું. પણ મુનિવરનું મન તો વિરાગની મસ્તીમાં જ રમતું હતું. તેઓ દેહની આસક્તિથી વિરક્ત જ રહ્યા. લોકોએ આગ ઓલવી નાખી. મુનિ તો સમભાવે વેદના સહન કરતા રહ્યા. આ મુનિરાજને એક શેઠે આ દશામાં જોયા. તેમને ગામમાંથી એક વૈદ્યરાજને બોલાવ્યા અને મુનિરાજની વૈયાવચ્ચ કરી તેમને સાતા ઊપજે તેવી દવા કરવા કહ્યું. વૈદ્યરાજે કહ્યું, ‘“આ દાહ ફક્ત લક્ષપાક તેલથી મટે. માટે ક્યાંકથી પણ મળે તો લક્ષપાક તેલ લઈ આવો.’’ લક્ષપાક તેલ ખૂબ મૂલ્યવાન હોય છે. એ કંઈ બધાના ઘરમાં નથી હોતું. આ કૌમુદીના ઘરે લક્ષપાક તેલ છે તે શેઠને ખબર હતી, તેથી તેમને બીજા બે મુનિરાજાને કૌમુદીના ઘરે જઈ લક્ષપાક તેલ વહોરી લાવવા વિનંતી કરી અને બન્ને સાધુ કૌમુદીના ઘરે લક્ષપાક તેલ વહોરવા આવ્યા. કૌમુદીનું હૃદય મુનિરાજને જોઈ હર્ષથી વિકસી ગયું ને ઊભી થઈ સાત-આઠ પગલાં આગળ ભરી બોલી પધારો મુનિરાજ પધારો. આપને કઈ ચીજનો ખપ છે? જે કંઈ ખપ હોય તે વિના સંકોચે ફ૨માવી મને લાભ દેવા કૃપા કરો. મુનિરાજે કહ્યું, “અમારે દાહજ્વરથી પીડાતા એક મુનિ માટે લક્ષપાકની જરૂર છે. તે વહોરાવો.'
કૌમુદીએ આ સાંભળી તેની દાસીને આજ્ઞા કરી કે “બહેન! માળિયાના બાટમાંથી લક્ષપાક તેલનો બાટલો લાવો.” દાસી ઉપરના માળિયેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org