________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૪૪
લક્ષપાકનો બાટલો કાઢી નીચે આવવા ઉતરી.
આ જ વખતે દેવલોકમાં કૌમુદીની પ્રશંસા થઈ રહી હતી અને આ પ્રશંસા એક દેવથી સહન ન થઈ. વળી, એવી તે કઈ સ્ત્રી છે? જે વિપરિત અવસ્થામાં ક્રોધ ન કરે અને ક્રોધના બદલે ક્ષમાશીલ જ રહે, એટલે દાસી જે લક્ષપાકના બાટલા સાથે નીચે ઊતરતી હતી તેના હાથમાંથી તે દેવે અદૃશ્ય રીતે ત્યાં આવી નીચે નખાવી દીધો. આથી અતિ મૂલ્યવાન એવું લક્ષપાક તેલ ઢોળાઈ ગયું. દાસી આથી ઘણી ગભરાઈ ગઈ. પણ કૌમુદીએ શાંતિથી ક્ષમા આપતાં કહ્યું, કંઈ નહીં. ગભરાઈશ નહિ. જા ત્યાંથી લક્ષપાકનો બીજો બાટલો લઈ આવ. તે દાસી લાવતી હતી તે પણ દેવે તેના હાથમાંથી ગબડાવી દીધો. આથી તો દાસી બેબાકળી બની રોવા લાગી. છતાં, કૌમુદી ગુસ્સે થઈ નહીં. એણે દાસીને સાંત્વન આપતાં મીઠા મધુરા શબ્દો દ્વારા બાટલો ખૂબ સાચવીને લઈ આવવા વિનંતી કરી. પણ દૈવીશક્તિના પ્રભાવે ત્રીજા બાટલાની પણ એ જ દશા થઈ. લાખ-લાખ સોનામહોરની કિંમતના ત્રણ લક્ષપાકના બાટલા ફૂટી જવા છતાં એક વખતની ક્રોધાવતાર કૌમુદી સહેજ પણ ક્રોધની કાલીમાથી ખરડાઈ નહીં પણ તેણે એક વિચાર આવ્યો કે અહો! મારે આંગણે ગુરુદેવ પધાર્યા છતાં હું શેઠાણીની જેમ બેસી રહીને દાસીને લક્ષપાક તેલનો બાટલો લેવા મોકલી. હવે છેલ્લો એક જ બાટલો બાકી રહ્યો છે, તે હું જાતે લઈ આવું. પોતે જાતે જ ઊભી થઈ અને બાટલો લેવા ઉપર ચઢી બાટલો કાઢી નીચે ઊતરતાં દેવે તે પાડી નાખવા મહેનત કરી. પણ કૌમુદીના શીલના પ્રતાપે તે ન ફાવ્યો, અને શાંતિથી મુનિશ્રીને લક્ષપાક તેલ ઘણા જ પ્રેમથી વહોરાવી પોતાની જાતને ધન્ય માનવા લાગી. મુનિરાજે કીધુ, “ધન્ય છે સન્નારી! ત્રણ ત્રણ આવા કીંમતી બાટલા દાસીથી ફૂટી ગયા પણ તેં ક્રોધ ન કર્યો. હવે પછી અમારા ગયા પછી પણ દાસી ઉપર ક્રોધ ન કરીશ કે એને કોઈ દંડ ના આપીશ, ત્યારે કૌમુદીએ કહ્યું “ગુરુદેવ! હું ક્રોધનાં ફળ જાણું છું. મેં મારી જાતે અનુભવ્યાં છે.” એમ કહી પોતાની દાસ્તાન ટૂંકમાં મુનિરાજાઓને કહી સંભળાવી. મુનિરાજો સંભાળપૂર્વક વહોરેલું લક્ષપાક તેલ લઈ આવી ગુરુજીનો ઉપચાર કરી તેમને નીરોગી બનાવ્યા.
આ તરફ પરીક્ષા કરવા આવેલ દેવ પોતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org