________________
શ્રી જન જ્ઞાન ગીતા,
પ્રમાદ ન કર. આ ચેડા કાળનું જીવનું આયુષ્ય તેમાં પણ બહુ દુઃખ છે. માટે તે પૂર્વ કર્મ રજને ટાળીને હે ગતમ! સમય માત્રને પ્રમાદ ન કર ઉદ્વેગ, ગુમડાં, અજીર્ણ અને આતંકદીક જુદા જુદા પ્રકારના રે તારા શરીરને વિનાશ કરશે માટે હે ગતમ! સમય માત્રને પ્રમાદ ન કર. જેમ કાદવમાંથી ઉત્પન્ન થયેલ પંકજ (કમળ) શરદ રૂતુમાં પાણીથી વિલન રહે છે ત્યારે જ સવને શોભા આપે છે. અને વર્ણ, રસ, ગંધ સ્પર્શ વિગેરે સહીત હોય છે. તેથી ઉલટું પાણીની અંદર રહેવાથી દુધમય થાય છે, તેમ આ જીવ ભેગરૂપી અશુચીમાંથી ઉત્પન્ન થયેલ છે અને તે કામગાદિથી વિરકત થવાથી ઉચ્ચ શ્રેણીને જીવ થાય છે. અને તેજ મનુષ્ય તે અશુચી રૂપી કાદવમાં પડવાથી નીચ કમ બાંધે છે. અર્થાત્ નીચ ગતીએ જાય છે માટે એમ જાણી સમય માત્રને પ્રમાદ કર્યા સિવાય રાગ, દ્વેષ, કામ, ભેગ વિગેરે છાંડવા (ઉ. અ. ૧૦ ગા. ૨-૩-૨૭-૨૮) ૯૧ થી ૯૪.
दुल्लहे खलु माणुसे भवे चिर कालेण विसच पाणिणं