________________
શ્રી જન જ્ઞાન ગીતા.
ચરમ શરીરી, એ ૧૯ ઓગણીસ બેલવાળે જીવ મેક્ષે જાય જધન્ય બે હાથની, ઉત્કૃષ્ટ ૫૦૦ પાંચસે ધનુષ્યની અવગાહનાવાળે જીવ મોક્ષે જાય; જધન્ય નવ વર્ષને, ઉતકૃષ્ટ કોડ પૂર્વના આયુષ્યવાળે કમ ભૂમિને હોય તે મોક્ષે જાય. મોક્ષ તે સર્વ કર્મ થકી આત્મા મૂકાશે એટલે આત્મા અરૂપી ભાવને પામ્ય કર્મથી ન્યારે થયે; એક સમયે લેકાગ્રે પહોંચ્યા; ત્યાં અલકને અડીને રહ્યા, અલકમાં જાય નહીં કારણ કે ત્યાં ધર્માસ્તિકાય નથી, તેથી ત્યાં સ્થિર રહે બીજા સમયે અચળ ગતિને પામ્યું. કોઈ વખત ત્યાંથી ચવવું નથી તેમ હાલવું ચાલવું નથી, અજર, અમર, અવિનાશી પદને પામ્યા, અનંત સુખની શહેરમાં સદા કાળ નિમગ્નપણે રહ્યા છે. ઇતિશ્રી મોક્ષતત્વ.
ઇતિ નવતત્વ સંપૂર્ણ.