________________
શ્રા જૈન જ્ઞાન ગીતા.
- ૧૭૧
આયુષ્યકર્મ-નરકનું આયુષ્ય છકાય જીવની ઘાત કરવાથી, મઘમાંસના ભક્ષણથી ને અકાર્ય કરવાથી બંધાય છે. કપટ કરવાથી, જુઠું બોલવાથી, બેટા તેલ માપથી ને બેટા લેખ કરવાથી તીર્થંચની ગતીને આયુષ્ય બંધાય છે. ભદ્રીક પ્રકૃતિ, વિનય, દયા, નિરાભિમાન આ ચાર ગુણવાળા મનુષ્યનું આયુષ્ય બાંધે છે. સરાગ સંયમ, તપ, અકામ કિયાને, નિજરા આ ચારથી દેવપણાનું આયુષ્ય બાંધે છે. જ્ઞાન દર્શન, ચારીત્ર અને તપ એ ચારે શુદ્ધ પણાથી આચરનાર જીવ મેક્ષ ગતિએ જાય છે.
નામકર્મ તેના બે ભેદ. શુભ અને અશુભ, કાયાની, ભાષાની ભાવની સરળતા અને વીખવાદ ન હોય તે શુભ નામ કર્મ ઉપાજે આ જીવ જયાં જાય ત્યાં ખમા ખમા કહેવરાવે. આથી ઉલટુ ચાલે તે અશુભ નામ કર્મ બંધાય જેથી તે ક્યાં જાય ત્યાં હાડ છેડ થાય. આ નામ કર્મની ૩ પ્રકૃતિ છે.
ગોત્ર કર્મ–તેના બે પ્રકાર ઉંચ અને નીચ જાતિને મદ કરે, કુળને મદ કરે, બળને મદ કરે, રૂપને મદ કરે, તપને મદ કરે, જ્ઞાનને મદ કરે, દ્રવ્યને મદ કરે અને ઠકરાઈને મદ કરે આ