________________
૧૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ થવાની યાત્રા. પિચકારીમાંથી કેવી રીતે પાણીની ધાર વહી જાય, તેવી રીતે શુકલધ્યાનયુક્ત સામર્થ્યયોગના બળે આત્મામાંથી ધારાબદ્ધ કર્મ વહી જાય. તે એવા વહી જાય કે ફરી નવાં કર્મ હવે કદી આત્મામાં બંધાશે નહીં. શ્રેણિનો બીજો અર્થ સોપાન પંક્તિ (નિસરણી). ક્ષપકશ્રેણિએ ગઢેલો આત્મા અધિકાધિક કર્મોનો ક્ષય કરતો જ જાય છે. આ શ્રેણિમાં ધર્મવ્યાપાર એ સામર્થ્યયોગ છે.
મિથ્યાત્વાદિ હેતુ દ્વારા જીવ વડે જે વસ્તુ કરાય તે કર્મ, કર્મબંધના પાંચ હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ છે. મોહનીય દ્વારા અશુભ કર્મો જ બંધાય. તેના બે પ્રકારો દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. મોહનીય કર્મની કુલ ૨૮ પ્રકૃતિઓ થાય. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન. ક્રોધ, માન, માયા અને લોભ. દરેકના આ ચાર પ્રકારો વડે ૪૮૪=૧૬ થાય. આ ચાર કષાયોની વાત થઈ. કષાયોને સહાધ્ય કરે, તેને ઉદ્દીપન કરે તે નોકષાય. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગુંછા (જુગુપ્સા), પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ આ નવ તે નોકષાય. ઉપરના ૧૬+૯=૩૬ પ્રકૃતિ થી. તદુપરાંત મોહનીયકર્મની ત્રણ પ્રકૃતિ જેવી કે મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વ મોહનીય મળી કુલ ૨૮ પ્રકૃતિઓ થઈ. લગ્નની જે ચોરી રચાય છે તેમાં ૭*૪=૧૮ માટલીઓ ગોઠવાય છે. તે ચોરીમાં વર-કન્યા હસ્તમેળાપ માટે બેસે છે. વિધિ કરાવનાર ગોરતેમને ઉદ્દેશી સાવધાન, સાવધાન એમ ઘોષણા કરે છે, કારણ સંસાર ભયંકર પતનનું કારણ છે. તે તરફ આંખ આડા કાન કરી લગ્નોત્સુક યુગલ વિધિ પતાવી દે છે. લગ્ન એક પવિત્ર બંધન હોવા છતાં પણ મોક્ષ-પ્રતિહંદી પ્રતિપક્ષી છે. લગ્ન એક રીતે લક્કડના લાડુ છે, જે ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય. આવું હોવા છતાં પણ સંસાર આજ દિન સુધી ચાલ્યો છે અને ચાલતો રહેશે.
શુભ અને અશુભ એમ બે પ્રકારના કર્મોને વહેંચી શકાય. તેવી જ રીતે તે કર્મો સાનુબંધ અને નિરનુબંધ એવી રીતે પણ વિભાજિત કરી શકાય વળી ક્ષયોપશમ સનબંધ અને નિરનુબંધ એમ બે જાતના હોય છે. સાનુબંધવાળો જીવ કોઈ રીતે ક્ષયોપશમ કરી લે તો પમ તે લાંબો ચાલતો નથી. કર્મનો ઉદય ચિત્તને બગાડી નાંખતાં ક્ષયોપશમ તૂટી જાય છે, અટકી જાય છે, ધારા આગળ ન ચાલી તેથી તે નિરનુબંધ છે. કોઈ મુનિને કાઉસગ્નમાં શુભ ચિંતાથી અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયો, અવધિજ્ઞાન પ્રગટ્ય. પ્રથમ દેવલોક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org