________________
૧૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ મિથ્યાત્વ છે. સમ્યકત્વની પ્રાપ્તિ છતાં જ મિથ્યાત્વ છે. તેથી સમસ્કત્વની પ્રાપ્તિ માટે મુમુક્ષુઓએ, પ્રયત્નશીલ રહેવાનું છે. લોગસ્સ સૂત્રમાં તેથી આરૂગ્ગ–બોરિલાભની માગણી કરાઈ છે. અહીં આરોગ્ય એટલે ભાવ આરોગ્ય અને બોરિલાભ એટલે સમ્યકત્વ.
યુદ્ધમાં બે પક્ષોની લડાઇમાં સરસેનાપતિને હરાવતાં તે પ્રતિપક્ષના રાજાને શરણે જાય છે તેવી રીતે સરસેનાપતિના સ્થાને મોહનીય કર્મના ઉપર વિજય મેળવતાં એટલે કે તેની પ્રબળતા નષ્ટ થતાં બાકીનું બધાં કર્મો આપોઆપ શરણ સ્વીકારે છે; તેથી ૮ કર્મોમાં જટીલ વા મોહનીય કર્મને વશ કરાતાં બધાં કર્મો વશ થઈ જાય છે.
આ આઠ કર્મો તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય છે.
જે કર્મને લીધે જીવ મોહગ્રસ્ત બની સંસારમાં અટવાઈ જાય તેને મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મ મદિરાપાન જેવું છે. મદિરાપાન કરવાથી જેમ મનુષ્યમાં જ્ઞાન, ભાન, શાન ઠેકાણે રહેતા નથી; તેમ આ કર્મને લીધે મનુષ્યની વિવેકબુદ્ધિ તથા વર્તન ઠેકાણે રહેતાં નથી. આત્માને સંસારી બનાવવામાં, તેમાં જકડી રાખવામાં મોહનીયનો બહુ મોટો હિસ્સો છે. જ્યાં સુધી રાજા જેવું આ કર્મ જોરાવર હોય ત્યાં સુધી બધાં કર્મો જોરાવર રહે. તે ઢીલું પડતાં બધાં કર્મો ઢીલા પડે.
મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડ સાગરોપમની છે. તેમની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. મોહનીય કર્મના બે વિભાગો છેઃ (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય.
જરા જુદો મુદ્દો તપાસીએ. આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરે તે કર્મો ઘાતી અને સંસારમાં પકડી રાખનારા કર્મો તે અઘાતી અથવા ભવોપગ્રાહી. આવાં કર્મો નવાં નવાં બંધાય છે અને જુનાં જુનાં ભોગવતાં વિભાવદશા કે સંસારદશા ભી થાય છે. ટૂંકમાં કર્મોના સંસર્ગે સંસાર અને કર્મોના વિયોગે મોક્ષ.
ઉપર આપણે જોયું કે મોહનીય કર્મના બે વિભાગો છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયમાં મિથ્યાત્વ મોહનીય કર્મ કે જે અતત્ત્વની રૂચિ અને તત્ત્વનો દ્વેષ કરાવે છે. તેનું શુભ અધ્યવસાય દ્વારા સંશોધન કરી તેના ત્રણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org