________________
મોહનીયની માયાજાળ
૧૭ પું જ કરવામાં આવે છેઃ (૧) પૂર્ણ શુદ્ધ પુંજ તે સમકિત મોહનીય, (૨) અર્ધશુદ્ધ પુંજ તે મિશ્ર મોહનીય અને (૩) અશુદ્ધ પુંજ તે મિથ્યાત્વ મોહનીય ક્ષયોપશમની પ્રક્રિયામાં શુદ્ધ એવા સમકિત મોહનીયનો ઉદય થવાથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે. મિથ્યાત્વકર્મનો સદંતર ઉપશમ કરાય, વિશિષ્ટ અધ્યવસાયના બળે અંતર્મુહૂર્ત કાળના એ કર્મને આગળ પાછળ ઉદયવશ કરી તેટલો કાળ મિથ્યાત્વનો સર્વથા ઉદય વિનાનો કરી દેવાય, ત્યારે ઉપશમ સમ્યકત્વ પમાય છે-મિથ્યાત્વકર્મના દળિયાનું સંશોધન કરી અશુદ્ધ અને અર્ધશુદ્ધ દળિયાને રોકી શુદ્ધ દળિયાનો ઉદય ભોગવાય ત્યારે ક્ષાયોપશમ સમ્યકત્વ પમાય છે. સમસ્ત શુદ્ધ-અર્ધશુદ્ધ-અશુદ્ધ મિથ્યાત્વકર્મ પુદ્ગલોન, અનંતાનુબંધી કષાયાનો નાસપૂર્વક નાસ કરો ત્યારે ક્ષાયિક સમકિત પમાય છે. આ ત્રણેમાં શ્રદ્ધા તો જિનવચન પર જ હોય છે; જિનોક્ત નવ તત્ત્વ, મોક્ષમાર્ગ, અરિહંત દેવ, નિગ્રંથ મુનિ, ગુરુ તથા જિનોક્ત ધર્મ પર જ એકમાત્ર શ્રદ્ધા થાય છે.
ત્રણ પુંજની રસપ્રદ ચર્ચા માટે બે વિભિન્ન મતો છેઃ (૧) કાર્મગ્રંથિક, (૨) સૈદ્ધાત્તિક. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય આમ છે કે કાર્મગ્રંથિક મત પ્રમાણે અનાદિ મિથ્યાત્વી જીવ અનિવૃત્તિકરણના કાળ દરમ્યાન આ રીતના ત્રણ પુંજ બનાવે છે; જ્યારે સૈદ્ધાત્ત્વિક મત પ્રમામે અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવો ક્ષાયોપથમિક સમ્યકત્વને પામનારા હોય છે તે જીવો અપૂર્વકરણ કાળમાં જ અપૂર્વકરણથી જેમ ગ્રંથિનો ભેદ કરે છે તેમ ત્રણ પુંજ પણ અપૂર્વકરણના કાળમાં જ કરે છે. જીવ પોતાના અપૂર્વકરણ દ્વારા સત્તામાં રહેલા મિથ્યાત્વમોહનીયના દળિયાના ત્રણ પુંજ બનાવી દે છે.
પ્રમાદ મોહનીયકર્મના ઉદયથી થાય છે. તે કર્મનું બળ ટલું હોય છે કે તે સામે ધીકતો પુરુષાર્થ કરવો પડે છે. કેટલાંક નિકાસિચ કર્મો એવાં બળવાન હોય છે કે સારા નિમિત્તો મળવા છતાં પણ તેનો ઉદય ચાલુ રહે છે. જેમકે નંદિષેણ મુનિ મહા તપસ્યા, રસ-ત્યાગ, ઉચ્ચ ઉદાત્તચારિત્ર સાધનાદિ કરવા છતાં પણ મોહનો વિકાર તેમને પીડતો રહ્યો. આથી ઉલ્ટે ગુણસાગર લગ્નના મંડપમાં ચોરીમાં લગ્ન કરવા તૈયારી છતાં પમ કામના ઘરમાં રહીને કામવિજયી બની મોહને મારી હઠાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તેવી જ રીતે રાજસિંહાસન પર બિરાજેલા પૃથ્વીચંદ્ર કેવળજ્ઞાનના અધિકારી બની ગયા.
ક્ષપકશ્રેણિ એટલે આત્મામાં સ્થાનાપત્ર મોહનીયના વિવિધ કર્મોનો ક્ષય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org