________________
મોહનીયની માયાજાળ
૧૫ શકાય કે વીતરાગ દેવની આઈ બેંકમાંથી સત્વરૂપી આંખ બેસાડી તેમાં જ્ઞાનરૂપ લેન્સ બેસાડવાથી મિથ્યાત્વરૂપી અંધકાર નષ્ટ થતાં મોહનીય વિલીન થતાં મન-મંદિરમાં તત્ત્વશ્રદ્ધારૂપી પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય છે.
શાસ્ત્રકાર ભગવંતોએ જેટલું વર્ણન આત્મસ્વરૂપનું કર્યું છે, તેટલું વર્ણન કર્મસ્વરૂપનું પણ કર્યું છે. જૈન આગમોમાં અનેક સ્થળે કર્મનું વર્ણન આવે છે. ચૌદ પૂર્વોમાં કર્મપ્રવાદ (કમ્મપ્પવાય) એક ખાસ પૂર્વ પણ હતું. આગ્રાયણીય (અષ્ણનીય,વ્ય)માં કર્મસંબંધી ઘણું વિવેચન હતું. તેમાંથી સારરૂપે શ્રી શિવશર્માસૂરિએ પ્રાકૃત ગાષાબદ્ધ કર્મપ્રકૃતિ' નામનું મહત્ત્વનું પ્રકરણ રચ્યું. શ્રી મલયગિરિ મહારાજે તથા શ્રી યશોવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષામાં સુંદર ટીકાઓ તેના પર રચી. પ્રાચીન કાળમાં તવિષયક છ ગ્રંથો હતા; જે છે કર્મગ્રંથો તરીકે ઓળખાતા હતા. શ્રી દેવેન્દ્રસૂરિએ તેના પરથી પાંચ નવીન કર્મગ્રંથની રચના કરી. શ્રી ચંદ્ર મહત્તરાચાર્યે સપ્તતિકા નામનો છઠ્ઠો નવીન કર્મગ્રંથ રચ્યો. પાંચ નવીન કર્મગ્રંથ ઉપર ગુજરાતીમાં શ્રી જિનવિજયજી મહારાજે તથા શ્રી યશ સોમસૂરિએ રચેલાં ટબ્બા મોજુદ છે. શ્રી ચંદ્રર્ષિમહત્તકૃત પંચસંગ્રહ નામનો ગ્રંથ ઉલ્લેખનીય છે. તદુપરાંત શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજે આત્મતત્ત્વ વિચાર ભાગ ૧-૨ તથા વિજય ભુવનભાનુ ગણિવર રચિત ધ્યાન શતક ભાગ ૧-૨ અને તે ઉપરાંત કર્મવિ,યક વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે.
આ અનાદિઇનંત સંસારમાં મુખ્યતઃ બે તત્ત્વો છે જેવા કે જીવ (આત્મા) અને કર્મ કર્મ જડ હોવા જતાં પમ તેનો સંબંધ આત્મા સાથે થઈ શકે છે. તીર્થકરોના જીવને પણ નિગોદમાંથી પસાર થવું પડે છે અને તેમના કર્મો જેમ જેમ ક્ષીણ કે ક્ષય થતાં જાય તેમ તેમ તેઓ પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકેથી ઉપર ને ઉપર ચઢતાં ક્ષીણપ્રાયઃ કર્મની સ્થિતિ અયોગી ચોદયું ગુણસ્થાનક પ્રાપ્ત કરી સદાને માટે અવ્યાબાધ સુખાદિના સ્વામી બની નિરંજન, નિરાકારાદિ સ્થિતિને પામે છે તથા સર્વકર્મોથી મુક્ત થઈ સિદ્ધશિલાની ટોચે કાયમ માટે અશ્રુતદશામાં રહે છે.
જૈન દર્શનમાં આઠ કર્મો જ્ઞાનાવરણાદિ સ્વીકારવામાં આવ્યાં છે. તેમાંથી ચાર કર્મો ઘાતી છે અને ચાર અઘાતી છે. આત્માના મૂળ ગુણધર્માદિનો જે ઘાત કરે તે ઘાતી અને તેમ ન કરે તે ઘાતી તરીકે ઓળખાય છે. આ ચાર ઘાતી કર્મોમાં પ્રબળ કર્મ તે મોહનીય કર્મ છે. સમ્યકત્વનું પ્રતિપક્ષી, પ્રતિદ્રઢી તે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org