________________
મોહનીયની માયાજાળ
અનાદિ અનંતકાળથી, અનંતાનંત પુગલ-પરાવર્તકાળથી પરિભ્રમણ કરી રહેલા જીવોનો બે કારણોથી બેડો પાર પડતો નથી. દ્રવ્યાદિ ક્રિયાઓ ભવ્ય તથા અભવ્ય જીવોએ ઘણી કરી જેથી તેઓ નવરૈવેયક સુધી પહોંચી શક્યા; તેમજ ચૌદ પૂર્વોનું જ્ઞાન પણ સંપાદન કર્યું. છતાં પણ બે કારણોથી ભવનો અંત ન લાવી શક્યા, તે બે કારણો છે: મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષય થઈ શક્યો નથી અને તેને લીધી આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવનાર સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ શક્યું નથી. સમ્યદર્શન કહો કે યથાર્થદર્શન કહો, કે આત્મદર્શન કહો, કે તત્ત્વપ્રતીતિ કહો કે મોક્ષ માર્ગનું દરેન કહો કે સમકિત કહો તે મોક્ષ માટેનું (પ્રધાન) કારણ છે. આના વગર સંસારભ્રમણ અવિરત ચાલુ જ રહેવાનું છે.
મોક્ષપ્રાપ્તિ માટે કર્મથી બદ્ધ આત્માને નિર્બદ્ધ કરવો જોઇએ, સ્વસ્વરૂપમાં કર્મબદ્ધ આત્માને સ્થિર કરવો જોઇએ. તેની વિકૃતિઓને નષ્ટ કરવી જોઇએ. આત્માનું સુવિશુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા માટે સમ્યગ્દર્શનને સ્થિર કરવું જોઇએ. નષ્ટ ન થાય તે માટેનો પ્રયત્ન થતો રહે. તેને નિર્મળ કર્યા કરવું જોઇએ. આચરેલા ધર્મને સાર્થક બનાવવો હોય તો સમ્યગ્દર્શનનું પ્રગટીકરણ અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે.
મોહનીયકર્મને મિથ્યાત્વ વિશેષણ લગાડવાથી તે મિથ્યાત્વ મોહનીય બને છે. અઢાર પાપસ્થાનકોમાં તે ભલે છેલ્લું ગણાવ્યું હોય છતાં પણ તેના વગર બાકીનાં સત્તર વાપસ્થાનકો નિર્જીવ, નાકામયાબ, શક્તિ વિહીન થઈ જાય છે. તેથી જ તેને બધાં પાપોનો બાપ કર્યો છે. આ મિથ્યાત્વના પાંચ પ્રકારો છે જેવા કે આભિગ્રાહિક, અનાભિગ્રાહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનાભોગિક છે. આ પાંચમાથી ગમે તે એક દ્વારા સમ્યકત્વનું વમન થઈ શકે છે.
સામાયિક કે પ્રતિક્રમણ કરતાં મુહપત્તિનું પડિલેહણ કરવાનું છે. ત્યાં આ પ્રમાણે બોલવામાં આવે છેઃ સમ્યકત્વ મોહનીય, મિમોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરુ. આ ત્રણ પ્રકારના મોહનીયને પરિહરવાનાં છે. વળી રાઇપ્રતિક્રમણ કરતાં શ્રી સીમંધર સ્વામીના સ્તવનમાં બોલીએ છીએ કે “મહા મોહરાય કર ફસિઓ છું સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો.” અહીં પણ મોહનીયના પરિહારની વાત કરી છે.
આજની પરિભાષામાં આ પ્રમાણે તે અંગે સમજણ આપવી હોય તો કહી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org