________________
૧ ૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ યોગ્ય ન્યાય થયેલો માની શકાય. ભાષાંતર પછી જે સમીચીન સમજૂતી ડો. શાહે આપી છે તેમાં પાને પાને તત્ત્વજ્ઞાનનો રસ છલકાઈ રહ્યો છે જે તેમના ધાર્મિક, તત્ત્વજ્ઞાનાદિ વિષયક રહસ્યને છતું કરે છે.
જ્યાં સુધી સાંસારિક વિષયોમાં રસ છે ત્યાં સુધી ચિત્તમાં મલિનતા રહે છે. રાગ અને દ્વેષના ભાવ ઊડ્યા કરે છે; ક્રોધાદિ કષાયો ઉભવ થતાં જ રહે છે.
જ્યાં સુધી જીવનમાં રસ, રુચિ અને શ્રદ્ધાપૂર્વકના ત્યાગ વૈરાગ્ય આવતાં નથી ત્યાં સુધી કષાયો માટે નિમિત્તો મળતાં રહેશે. જીવનમાં સંયમ, ત્યાગ, સમતા, વૈરાગ્ય આવતાં નિરાશસીપણું સહજ બને છે; જેનાથી ચિત્તની નિર્મળતા આવે છે. જ્યાં સુધી જીવને સ્પૃહા, વાંછના, આકાંક્ષા, અભિલાષા, અપેક્ષા, લોભ, લાલસા, વાસના હોય ત્યાં સુધી નિર્મળતાના અભાવે ચિત્ત નિર્મળ ન થતાં અમૃતાનુષ્ઠાન ન થતાં કષાયો ઉત્તેજિત થતાં રહે છે, રહેશે !
કષાયમંદતા મોક્ષ મેળવવા માટેનું અનન્ય સાધન છે. સામર્થ્યયોગ મોક્ષપુરીમાં પહોંચવાનું છેલ્લું પગથિયું છે. ચરમાવર્તકાળમાં ધર્મયોવનકાળ હોઇ શકે છે. પાંચ પ્રકારના અનુષ્ઠાનો જેવાં કે વિષ, ગ૨, અન–અનુષ્ઠાન, તહેતુ અને અમૃત અનુષ્ઠાનોમાં અમૃતાનુષ્ઠાન જ મોક્ષોપયોગી છે. તેમાં ચિત્તશુદ્ધિ અત્યંત અગત્યનું લક્ષણ છે. તે ત્યારે પ્રાપ્ત થાય કે જયારે જીવનને કલંકિત કરનારા કષાયોને કાયમ માટેનો દેશવટો આપ્યો હોય. અમૃતાનુષ્ઠાનમાં સંવેગ, મોક્ષ માટેનો સમ્યફવેગ, મોક્ષ માટેનો સમ્યકુવેગ, સારો વેગ જરૂરી છે. સંવેગ એટલે મોક્ષ માટેની લગની, તપડ. સંવેગ મોક્ષાભિલાષાને ઘસડી લાવે. તે માટે જીવનમાં કષાયો શાંત પડેલા હોવા જોઇએ. સંવેગ એટલે સરખી ગતિ, સરખો વેગ. મોક્ષની દિશામાં સ્વરૂપની પ્રાપ્તિ માટે અસાધારણ રીતે સાચો, સારો, સરખો વેગ જરૂરી છે. અમૃત અનુષ્ઠાન માટે આવો સંવેગ જરૂરી છે, નિતાંત આવશ્યક છે; જે જીવનમાંથી વિષયો અને કષાયો દૂર થાય, નષ્ટ થાય, નહીંવત્ થઈ ગયેલા હોય ત્યારે જ ખરેખરી રીતે કષાયમુક્તિઃ કિલ મુક્તિદેવ સિદ્ધ થાય. સામર્થ્યયોગ અને અમૃતાનુષ્ઠાન પામેલા જીવો જ કષાય-વિષય વિજયી થઈ શકે છે તેમાં શંકાદિને સ્થાન હોવું ન ઘટે.
સાત્વિકને સ્થાને રાજસિક કે તામસિક ગુણ હોય તો તે પાપી આત્માઓનો નિંદક કે દ્વેષી બની શકે. શુદ્ધ ધર્મનું અર્થીપણું જેનામાં છે પરષીરૂપી કષાયથી ખરડાવાનું નથી કરતો. નિંદક પર છે, કરવાથી કષાય કચરો વધે છે. ક્રોધ અને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org