________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
સમ્યક્ત્વ માત્ર એક જ વાર મળે. મોક્ષ મેળવવા માટે ક્ષપકશ્રેણિ માંડવી જ પડે છે. તે અનંતકાળમાં આત્મા વધુમાં વધુ બે વાર માંડે. તે આ રીતે. જો કોઈ આત્મા દર્શન સપ્તકનો ક્ષય કરી અટકી જાય અને તે પૂર્વે આયુષ્યનો બંધ પડી ગયો હોય તો તે શ્રેણિકને ખંડક ક્ષપકશ્રેણિક કહેવાય છે.
૧૦
અહીં ક્ષપકશ્રેણિ માંડતા પહેલાં આયુષ્યનો બંધ પડ્યો હોવાથી દર્શનસપ્તક ખપાવી અટલી ગયેલાને ચારિત્રમોહનાદિ ખપાવીને કેવળજ્ઞાન પામવા માટે તેણે ફરીથી ક્ષપકશ્રેણિ માંડવી જ પડે, બાકીની પ્રકૃતિઓનો ક્ષય કરવો જ પડે; બીજાં આવરણો દૂર કરવા જ પડે તેથી તેવો આત્મા બે વાર શ્રેણિ માંડે. ત્રીજી વાર નહીં જ. સામાન્ય રીતે ક્ષપકશ્રેણિ એક જ વાર મંડાય. જીવ જે ભવમાં મોક્ષે જવાનો હોય તે ભવમાં જ શ્રેણિ માંડે છે.
વિષય-કષાયો નાબુદ કરવા શિક્ષા મેળવવી જોઇએ. તેના બે પ્રકારો છે. મિથ્યા અને સમ્યક્. સમ્યક્ શિક્ષાથી મંદ કષાયતા થાય, તેના દ્વારાા સારી પ્રવૃત્તિ કરતાં કષાયોથી સમ્યક્ત્વ પામવા યોગ્ય ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે સંસારવાળા સમ્યગ્દર્શન પામી સકતા જ નથી. સમાપનમાં કહેવું હોય તો ‘કષાયમુક્તિઃ કિલ મુક્તિરેવ.' સુજ્ઞ વાચકગણ આવું ચિંતન-મનનાદિ કરી કષાય–વિષયોને મંદતમ બનાવી મુક્તિના પંથે વિચરે તેવી શુભકામના.
અનંતાનુબંધી કષાયની ચોકડી ખપાવી. જ્ઞાનોપાર્જન તથા અજ્ઞાનના ત્યાગના વિશિષ્ટ પ્રયાસને અપૂર્વકરણ કહેવાય છે. તે વખતે અંતમુહૂર્ત સ્થિતિમાં મહાતીવ્ર અનંતાનુબંધી કષાયની ચોકડીનો નાસ ખાય છે. જેને ગ્રંથિભેદ કર્મગ્રંથિભેદ કહેવાય. જૈન દૃષ્ટિએ યોગની આઠ દૃષ્ટિમાં પ્રથમની ચાર દૃષ્ટિ મિત્રા, તારા, બલા દીપ્રામાં જીવની પ્રવૃત્તિ ઇન્દ્રિયવિષયોમાં પશુપ્રાય જેવી હતી, વિષયાસક્ત હતો, પુદ્ગલાનંદી હતો તે પંચમ દ્રષ્ટિમાં ઘટી જાય છે. તેની દેવી પ્રકૃતિનો વિજય થાય છે. વિષયવિકારમાં ઇન્દ્રિયને ન જોડવારૂપ પ્રત્યાહાર નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો ૨૩ છે તેને તેમાં ન જોડતાં સ્વચિત્ત સ્વરૂપાનુસારી બનાવી દેવી. તેનું નામ પ્રત્યાહાર. અહીં આવેલો જીવ વિષયકપાદિ વિભાવોમાં ફસાઈ લપસી પડે તો રખડી પડે છે. વિષયકષાયોની પ્રવૃત્તિને જે પોષે તેને તો સમ્યગ્દર્દિષ્ટ આત્મા ધર્મ કહે જ શાના ? છઠ્ઠી કાન્તાક્રુષ્ટિમાં આવેલો ચેતન જીવ વિષયાદિકમાં મનને જોડવાના કાર્યને અધમાધમ માને છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org