________________
૧૧
કર્કશ કષાયોનો કંકાશ ઘોર મિથ્યાત્વદૃષ્ટિઓના યમ અને પ્રરાસ અને કષાયો ઉપર અટકાવ ધરનારો પ્રથમ સમ્યગદર્શનની સન્મુખ દશાવાળા આત્માઓમાં જ સાચા સ્વરૂપે હોય છે. દશ સંજ્ઞાઓ જેવી કે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, શોક, નિદ્રા, કષાયો, મનોદંડ, વચનદંડ અને કાયદંડ. આના ઉપર વિજય મેળવી કષાયો નબળા પડી જાય અને તેના દ્વારા નિષ્માણ થઈ જાય.
જે સમકિતી જીવો આઠ યોગદૃષ્ટિમાંથી છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં આવે ત્યારે તેમનામાં વિષયોની અપ્રવૃત્તિ ન થઈ હોય તો પણ તેમનામાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે છે. તેઓ પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ તેમાંથી આસંગ (આસક્તિ) હરી લે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વીતરાગ સ્તવમાં આ વાત કહી છે. ચોથા ગુણસ્થાને વર્તતા જીવોને વિશિષ્ટ દશા હોય છે જેનાથી અનંતાનુબંધી પ્રકારના કર્મોનો ઉદય હોતો નથી; જેથી સમ્યગદર્શન થઈ શકે છે. પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મસાર પ્રબંધ ૨ શ્લોક ૧પમાં કહ્યું છે કેઃ “આક્ષેપકજ્ઞાન'ને લીધી ભોગની સમીપે રહ્યા છતાં પણ તેમની શુદ્ધિનો નાશ થતો નથી; આવું કાન્તા નામની યોગદૃષ્ટિ' વિશે શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ “યોગદષ્ટિસમુચ્ચય'માં કાન્તા દૃષ્ટિનું લક્ષણ વર્ણવતાં જણાવ્યું છે. તેમને અનુસરીને ઉપાધ્યાય યશવિજયજીએ યોગદૃષ્ટિની સક્ઝાયમાં તે મતની પુષ્ટિ કરી છે. આ આક્ષેપક જ્ઞાન વડે સમ્યગુદૃષ્ટિ જીવો ભોગસામગ્રીનો ઉપભોગ કરતા હોવા છતાં તેમની ચિત્તશુદ્ધિ હણાતી નથી, શ્રુતજ્ઞાનનો એવો ઉત્કટ રસાનુભાવ થાય છે કે બાહ્યદૃષ્ટિએ વિલાસી હોવા છતાં તેઓ આસક્તિરહિત થયેલા હોય છે. શ્રી આનંદધનજી મહારાજાએ પોતાના એક પદમાં બે સુંદર દષ્ટાન્ત આપ્યાં છે. વિષય-કષાયોનો વિજય શું શું ન કરી શકે તે આના પરથી ફલિત થાય છે.
અધ્યાત્મસાર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીએ લખ્યું છે તેના વૈરાગ્યસંભવ' નામના અધિકાર પર વિષયોને અનુલક્ષી વૈરાગ્ય વિષયક વિવેચન ડૉ. રમણલાલ ચી. શાહે લિપિબદ્ધ કર્યું છે તે ઘણું જ સુંદર વિષયસ્પર્શી તથા અત્યંત લાભદાયી છે. ડો. શાહ જૈન ધર્મ અને દર્શનના માર્મિક જ્ઞાતા તથા તત્ત્વાદિના તત્ત્વત છે. અહીં જે વિવેચનાત્મક તત્ત્વજ્ઞાન પીરસ્યું છે તે અધ્યાત્મસાર વિવેચનના પ્રત્યેક પૃષ્ઠ પર પ્રતિબિંબિત થયેલું છે. આ સમગ્ર લખાણને “પ્રકરણ” તરીકે ઘટાવીએ તો તેમાં અતિશયોક્તિને સ્થાન નથી પરંતુ લેખક તથા લખાણને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org