Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
874
હૃદય નયન નિહાળે જગધણી
કટકો છે, એ કાંઈ ઠીકરું નથી તેમ ભેદજ્ઞાન થયું તે તો જ્ઞાન-સ્વભાવની દશા છે, તે કાંઈ વિકલ્પનો કટકો નથી. તે તો કેવલજ્ઞાનરૂપી પૂર્ણિમાના ચંદ્રની શરૂઆતની દશારૂપ બીજ છે. સ્વભાવમાંથી-સ્વભાવના આશ્રયે બીજ ઊગી છે તે અલ્પકાળમાં કેવળજ્ઞાનને સાધશે જ. બીજના ચાંદમાંથી પૂર્ણિમાનો ચાંદ ઊગવાનો છે. ..
યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજા પ્રસ્તુત કડી દ્વારા સાધકને આવી જ્ઞાનધારા પ્રગટાવવાનો અનુરોધ કરે છે. કારણકે આવી જ્ઞાનધારા અપૂર્વ છે, આનંદદાયક છે અને સાધકને મોહની સામે ઝઝુમવાનું તેમજ જીતવાનું બળ પૂરું પાડે છે. વિકલ્પની ધારાથી તે તદ્દન જુદીજ છે. વિકલ્પમાં શુદ્ધાત્મા નથી અને શુદ્ધાત્મામાં વિકલ્પ નથી. .
લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચાર જો કીજે રે, તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે.. ..૪
અર્થ : જૈનદર્શન સિવાયના જે પાંચ દર્શન છે, એમાંના ચાર જે આસ્તિક દર્શનો છે, કે જે આત્મા અને આત્માની મુક્તિની વાતો કરે છે; એના સ્થાન ઉપર મુજબ બે પગ અને બે હાથમાં જોયા. હવે પાંચમો જે લોકાયતિક મત જે ચાર્વાકમત તરીકે પ્રસિદ્ધ છે, કે જે નાસ્તિક મત છે અને આત્મતત્ત્વને તેમજ મોક્ષને માનતો નથી, એને પણ એક દર્શન તરીકે ગણાવીને એને જિનમત-જિનદર્શનરૂપી કાલ્પનિક પુરુષના ચિત્રમાં કુક્ષિની જગ્યાએ સ્થાન આપે છે. તત્ત્વની વિચારણારૂપ અમૃતરસની ધારા, સ્વપર સમયના જાણકાર એવા ગુરુ વિના કેમ પી શકાય ? માટે જ ગુરુના ચરણકમળની ઉપાસના કરવા યોગ્ય છે.
વિવેચનઃ આ મત ચાર અથવા પાંચ મહાભૂતો ૧) પૃથ્વી
પોતાના સાધન અને શક્તિનો સદુપયોગ કરી બીજાંઓનું ભલું કરવું તે સજ્જનતા છે.