Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી
873
અનંત આનંદ છલકાતો હોવાના કારણે તને ચિદાનંદ તરીકે નવાજેલ છે. - તારી આ અનંત અનંત ગુણમય અને આનંદમય સંપત્તિને
ઓળખીને તું તારા સ્વરૂપમાં સમાઈ જા! અને તારા સ્વરૂપને પ્રગટ કર ! તારી જાત-તારું પોત અરૂપીનું છે. તારું કુળ પરમાત્માના ઘરનું છે પણ વર્તમાનમાં ભાત રૂપીની છે. તો હવે ભાતને કાઢી નાંખ અને તારી જાતને જાતવાન બનાવ!
જે પર્યાય સતત સ્વરૂપ તરફ ઢળેલી રહે છે તે પર્યાયમાં જ અંતે વીતરાગતાની પ્રસિદ્ધિ થાય છે માટે અધ્યાત્મના માર્ગમાં ઉપયોગમાંપર્યાયમાં સતત જ્ઞાયક-જ્ઞાયક અને જ્ઞાયક જ પકડાયેલો રહેવો જોઈએ. એ વાત ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે.
- જ્ઞાનમાં સ્વ અને પર બન્ને પ્રતિભાસે તો છે-ઝળકે તો છે પણ તે સમયે વર્તમાન જ્ઞાનપર્યાય કોને વિષય બનાવે છે? કોને મહત્વ આપે છે? તેના ઉપર પરિસ્થિતિ વળાંક લે છે. ઉપયોગ અંદરમાં વળીને સ્વને એટલે કે જ્ઞાયકને વિષય બનાવે તો તે જ સમયે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થતાં જીવ મોક્ષમાર્ગમાં આવી જાય છે કારણકે સંવરનિર્જરાની ધારા શરૂ થઈ જાય છે. હવે જો જીવ તે વખતે સ્વને છોડીને પરને એટલે કે દેહ-ઈન્દ્રિય-સ્વજન-ધન વગેરેને વિષય બનાવે તો તે જ સમયે તે બંધમાર્ગમાં ચાલ્યો જાય છે.
સ્વતરફ ઢળેલી પર્યાયમાં રાગને સ્થાન રહેતું નથી કારણકે સ્વમાં રાગ છે જ નહિ. સ્વમાં જ્ઞાયક જ છે. આથી પર્યાય જેમ જેમ સ્વ તરફ ઢળતી જાય છે તેમ તેમ ભેદજ્ઞાન વધતું જાય છે અને આ ભેદજ્ઞાન તે જ અધ્યાત્મમાં બીજ કહેવાય છે. બીજ ઊગી છે તે ચંદ્રનો
કોઈનું ય બુર ન ઈચ્છવું, કોઈનું ય બુર ન કરવું એ માનવતા છે.