Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
872
, હૃદય નયન નિહાળે જગધણી
એટલે એક સેકંડ માટે પણ વિરામ લીધા વિના, સરળ એટલે કોઇપણ જાતના ભેદભાવ વિના અને સહજ-અપ્રયાસ એટલે કોઈપણ જાતના અલ્પ પણ પ્રયાસ વિના જે આકાશનું અવગાહના આપવાનું કાર્ય છે, તે અનાદિકાળથી ચાલુ જ છે અને અનંતકાળ સુધી ચાલુ જ રહેવાનું છે.
| (લોકાલોક અવલંબન ભજીએ) - આવા લોકાલોક સ્વરૂપ આકાશનું અવલંબન લઈને એટલે કે આધાર લઈને એટલે કે એનો આદર્શ લઈને તું પણ સ્વયં એવો વ્યાપક, વિશાળ, અનંત, અક્ષય, અખંડ, અભંગ, અવિનાશી, અવ્યાબાધ, અગુરુલઘુ, અરૂપી, ચૈતન્ય વીતરાગ બની તારી જ્ઞાયકતા અને વેદકતાને તારી પર્યાયમાં પ્રગટ કર અને તારા જ્ઞાન અને આનંદવેદનમાં સતત, સરળ અને સહજ થઈ જા !
આમ ગુરુગમ એટલે કે સંત સમાગમ કરી તેનો આશ્રય કરી, તેને સર્વેસર્વા માની, હૃદયમાં સ્થાપન કરી; છદ્રવ્ય, નવતત્વાદિનું સ્વરૂપ બરાબર સમજ-અવધારણ કર અને પછી તેના અવલંબને ભજના એટલે સાધના કર !
તારા આત્માને બરાબર સમજાવ-ઠસાવ કે આ જે તું બહારથી દેખાઈ રહ્યો છે, તેવો તું નથી. પ્રત્યેક સમયે જે પર્યાયમાં અનુભવાઈ રહ્યો છે તેટલો પણ તું નથી. હું તો એ પર્યાયની ઓથે છુપાયેલો ચિદાનંદ ભગવાન છે.
તારો જ્ઞાન પ્રકાશ લોકાલોકવ્યાપી હોવાના કારણે તને ચિદાદિત્ય કહેલ છે. તારું જ્ઞાન અત્યંત નિર્મળ અને સ્વચ્છ હોવાના કારણે તને ચિદાદર્સ કહ્યો છે. તું જ્ઞાનથી વ્યાપક હોવાના કારણે તને ચિદાકાશ તરીકે ઓળખાવ્યો છે અને તારા અસંખ્ય પ્રદેશો પૈકી એક એક પ્રદેશે અનંત
કળા અને શક્તિમાં અહમનું પોષણ છે જ્યારે ગુણમાં તો અહમૂનો નાશ છે.