________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ ૨૫ एवागतस्ततोऽनागतस्य चतुर्गुरु न च किश्चिदसौ लभते, यस्तं गवेषयितुमागतस्तस्य सर्वमाभवति, कालगतेऽपि तत्र गवेपयितुमागतस्यैवाभवति नेतरेषाम् । अथासौ विपरिणतस्ततो यस्य विपरिणतः स न लभते, यत्पुनः सचित्तादिकम भिधारणभावे लब्धं पश्चाद्विपरिणतस्तदविपरिणते भावे लब्धमभिधार्थी लभते न तु विपरिणत इति दृश्यम् ।। १७ ।।
અપવાદ પદે જે સાધુઓ પૂરતા ન હોય તે આચાર્ય શ્રત અને વયથી વ્યક્તિને સહાયકે ન પણ આપે. પછી વ્યક્ત જે ગેકુળ આદિમાં આસક્ત ન બને તે તેની ઉપધિની માલિકી જતી નથી, અન્યથા જતી રહે છે. એકલો જ તે વ્યક્ત અન્ય આચાર્યના અવગ્રહ વિનાના (અનવગ્રહિત) ક્ષેત્રમાંથી જે સચિત્ત (શિષ્ય) મેળવે તે તેણે ધારેલા આચાર્યનું થાય છે.
વળી જે આ (વ્યક્ત અસહાયક) જ્ઞાન માટે જાય છે તે કદાચ “ધારેલામાંથી મારી ઈચ્છા મુજબ કોઈ એકની પાસે ઉપસંપદા સ્વીકારીશ એમ કલ્પના કરીને બે કે ત્રણ આચાર્યોને પણ ધારે. પછી કદાચ તે રસ્તામાં ગ્લાન થઈ જાય, અને ગ્લાન બને છતે પણ જાય, ત્યારે ધારેલા આચાર્યો “અમને ધારીને (અમારી પાસે) આવનાર સાધુ રસ્તામાં ગ્લાન થઈ ગયો છે” એમ સાંભળે તે તેની શોધ માટે આવે, તે પ્રતીરછકે જે સચિનાદિ મેળવ્યું હોય તે તેને શોધવા આવનારા બે-ત્રણ વગેરે ધારેલા આચાર્યોનું સાધારણ થાય. જે ઘારેલા બે-ત્રણ વગેરે આચાર્યોમાંથી એક જ આચાર્ય (આચાર્યના સાધુ) શેાધવા આવેલા હોય તે બધું તેનું જ થાય છે. શોધવા ન આવનારને કંઈ ન મળે. ઉલટું તેઓને (વધારામાં) ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે.
કદાચ પ્રતીચ્છક માર્ગમાં કાળધર્મ પામી જાય તે પણ તેનું સચિત્તાદિ ત્યાં શોધવા આવનારનું જ થાય, બીજાઓનું નહિ.
હવે જે તે વિપરિણામવાળો અર્થાત્ અમુકની પાસે નહિ ભાણું એવા વિચારવાળે થઈ ગયું હોય તો જેના પ્રત્યે વિપરિણામવાળો થઈ ગયો હોય તેને કંઈ ન મળે. પણ * અભિધારણભાવમાં સચિત્ત વગેરે મેળવ્યું હોય, પછી વિપરિત થઈ ગયો હોય, તે અવિપરિત ભાવમાં જે મેળવ્યું હોય તે (જેના પ્રત્યે વિપરિણામવાળો થઈ ગયો હોય તે પૂર્વે ધારેલા આચાર્ય) મેળવી શકે છે, વિપરિત ભાવમાં મેળવ્યું હોય તે ન મેળવી શકે. [૧૭]
खित्तम्मि खित्तिअस्सा, बाहिं पुण परिणओ पुरिल्लस्स ।
आसज्ज विपरिणाम, कहणेऽणेगाओ मग्गणया ॥१८॥ ત્ર તાત્પર્ય કે પરિણામ બદલાયા પૂર્વે જે મેળવ્યું હોય તે તો તે ધારેલા આચાર્યનું જ થાય, પણુ પરિણામ બદલાયા પછી મેળવ્યું હોય તે તેનું ન થાય- તેને તે ન લઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org