________________
गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः ]
પરિશિષ્ટ-૪
ત્રણ પ્રકારની ભિક્ષા [પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત અષ્ટક પ્રકરણના ભિક્ષાષ્ટકને ભાવાનુવાદ અહીં લખવામાં આવ્યો છે.] ભિક્ષાના પ્રકારે –
પરમાર્થના જાણકારોએ ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. (૧) સર્વસંપન્કરી=સર્વ પ્રકારની સંપત્તિને કરનારી. (૨) પૌરુષની=પુરુષાર્થને નાશ કરનારી. (૩) વૃત્તિભિક્ષા= વૃત્તિ (=આજીવિકા) માટે ભિક્ષા.
સર્વ સંપકરી ભિક્ષા ગ્રહણ કરનાર યતિનાં લક્ષણે :
(૧) ધ્યાન આદિમાં* તત્પર. (૨) સદા ગુજ્ઞાકારી. (૩) સદા આરંભ રહિત. (૪) ( પિતાના ઉદરને ગૌણ કરીને) વૃદ્ધ, બાલ, ગ્લાન, આદિ માટે ભિક્ષા લેનાર. (૫) શબ્દાદિ વિષયોમાં અનાસક્ત. (૬) ભ્રમરની જેમ ભિક્ષા લેનાર.* (૭) ગૃહસ્થના (અને
સ્વશરીરના) ઉપકારના આશયથી ભિક્ષા માટે પરિભ્રમણ કરનાર. આવા પ્રકારના યતિની ભિક્ષા સર્વસંપન્કરી ભિક્ષા છે.
પૌરુષની ભિક્ષા –
જે પ્રત્રજ્યાનો સ્વીકાર કરીને તેનું પાલન કરતું નથી, પ્રાણિપીડા આદિ અશુભ પ્રવૃત્તિ કરે છે, તેની ભિક્ષા પૌરુષદની છે.
ઉકત સાધુની ભિક્ષા પૌરુષની કેમ છે ? એને નિર્દેશ
શરીરે લષ્ટપુષ્ટ હોવા છતાં પૌરુષની ભિક્ષા લેનાર (૧) (જૈન) ધર્મની હીલના કરે છે. (૨) (પોતાની અનુચિત ભિક્ષાને પણ ઉચિત માનવાથી) મૂઢ બને છે. (૩) દીનતાથી ભિક્ષા લઈને પેટપૂર્તિ કરે છે. () આથી તે પુરુષાર્થને કેવળ વિનાશ કરે છે. અનુચિત પ્રવૃત્તિ કરવાથી ધર્મ અને મોક્ષ પુરુષાર્થને નાશ થાય છે. ભિખ માગીને મેળવવાથી અર્થ-કામ પણ સજજનેમાં પ્રશંસાપાત્ર બનતા નથી. આ પ્રમાણે સંયમથી પતિત સાધુના ભિક્ષા દ્વારા સર્વ પ્રકારના પુરુષાર્થને નાશ થવાથી તેની શિક્ષાને પોરુષદની કહેવામાં આવે છે.
# અહીં આદિ શબ્દથી જ્ઞાનનું ગ્રહણ કરવામાં આવ્યું છે. ધ્યાન અત્યંતર તપ હેવાથી ક્રિયારૂપ છે. આથી અહીં નાયુિ શબ્દથી ક્રિયા અને જ્ઞાન એ બંનેનું ગ્રહણ કર્યું છે.
* જેમ ભ્રમર કુસુમને પીડા ઉપજાવ્યા વિના જુદા જુદા કુસુમમાંથી છેડે થેડે રસ લે છે, તેમ ગૃહસ્થને જરાપણ મુશ્કેલી ન થાય તેમ જુદા જુદા અનેક ધરમાંથી પોતાના માટે નહીં બનાવિલ ડે આહાર લેનાર.
* પુરુષાર્થ જરાપણ કરતા નથી, પુરુષાર્થને વિનાશ જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org