________________
૨૪ ].
[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते શાસ્ત્ર મુજબ અખંડ=અતિચારાદિથી રહિત યથાશક્તિ ધર્મવ્યાપાર શાસ્ત્રોગ છે. આમાં શાસ્ત્રની પ્રધાનતા છે. કારણ કે ધર્મક્રિયાઓ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ થાય છે. (૩) જેના ઉપાયો શાસ્ત્રમાં સામાન્યથી બતાવ્યા છે, પણ વિશેષથી બતાવ્યા નથી, છતાં સાધકની શકિતની પ્રબળતાથી થતે વિશિષ્ટ (શાસ્ત્રમાં વિશેષરૂપે નહિ કહેલ) ધર્મવ્યાપાર સામર્થ્ય યુગ છે. આમાં સામર્થ્યની-શક્તિની પ્રધાનતા છે. આ યોગ સર્વ યોગમાં ઉત્તમ છે. કારણકે આ ગન પામેલ જીવ ગના ભાવોથી (ઉચ્ચતમ અધ્યવસાયેથી) ભાવિત બને છે, અર્થાત્ ઉચ્ચતમ અધ્યવસાયનું સંવેદન કરે છે. (આ અધ્યવસાયે બીજને કહી ન શકાય, કિંતુ રવાનુભવગમ્ય છે.) આથી જ તુરત મુખ્ય ફલને આપે છે. રોગનું મુખ્યફળ વીતરાગતા અને મોક્ષ છે. સામર્થ્ય યોગથી તરત વીતરાગતા અને તે જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
સામર્થ્યોગના ધર્મસંન્યાસ અને સંન્યાસ એમ બે ભેદ છે. ધર્મસંન્યાસના તાત્વિક અને અતાત્વિક એમ બે ભેદ છે. ઔદયિકભાવ રૂપ ધર્મને સંન્યાસ–ત્યાગ એ અતારિક ધર્મ સંન્યાસ છે. ક્ષાપશમિકભાવ રૂપ ધર્મને ત્યાગ એ તાવિક ધર્મસંન્યાસ છે. મન, વચન અને કાયા એ ત્રણે યેગને ત્યાગ એ યંગસંન્યાસ છે. અતાત્ત્વિક ધર્મ સંન્યાસ પ્રવાકાલે હોય છે. કારણકે ત્યારે ઔદયિકભાવ રૂપ ધર્મનો ત્યાગ થાય છે. તાત્વિક ધર્મસંન્યાસ ક્ષકશ્રેણિમાં આઠમા ગુણસ્થાને હોય છે. કારણકે ક્ષપકશ્રેણિમાં જાપશમિક ભાવના ક્ષમાદિ ઘર્મનો ત્યાગ થાય છે. યોગસંન્યાસ ૧૪ માં ગુણસ્થાને શિલેશી અવસ્થામાં હોય છે. ત્યાં ત્રણે એને ત્યાગ થાય છે. યોગ રહિત બનેલો આત્મા મેક્ષમાં જાય છે.
# જોકે, ક્ષાપશમિક ભાવના બધા ધર્મોનો ત્યાગ તે ૧૨ મા ગુણસ્થાનના અંતે થતા હોવાથી સંપૂર્ણ ધર્મસંન્યાસ ૧૨ મા ગુણસ્થાને હોય. છતાં નિશ્ચયનયની દૃષ્ટિએ જે ક્રિયા કરવા માંડી ત કરી કહેવાય, ધર્મસંન્યાસ કરવા માંડવ્યો એટલે કર્યો કહેવાય. આથી તાત્વિક ધર્મસંન્યાસ ક્ષપકશ્રેણિમાં આઠમાં ગુણસ્થાને હોય એ નિર્દેશ નિશ્ચયનયની દષ્ટિએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org