________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ ૨૩ હોય છે. એમના પૂર્વાદિષ્ટ અને પશ્ચાત્ ઉદિષ્ટ એ બે વિકલ્પોને આશ્રયીને તથા વર્ષની સંખ્યાને આશ્રયીને નીચે પ્રમાણે અગિયાર વિભાગ થાય છે. તેમાં પૂર્વાદિષ્ટ એટલે
જીવતાં ખૂદ આચાર્ય ઉદ્દેશ કર્યો હોય અને પશ્ચાદ ઉદિષ્ટ એટલે આચાર્ય કાલધર્મ પામ્યા પછી પ્રતીષ્ઠક આચાર્યે ઉદ્દેશ કર્યો હોય. (૧) જીવતા આચાર્યો પૂર્વે પ્રતીકને જે શ્રતને ઉદ્દેશ કર્યો હોય તે જ શ્રતને ભણત પ્રતીચ્છક પહેલા વર્ષે સચિત્ત કે અચિત્ત જે મેળવે તે કાલધર્મ પામેલા તે આચાર્યનું થાય. આ એક વિકલ્પ. (૨) પશ્ચાત્ ઉદિષ્ટ ભણનાર પ્રતીચ્છક પહેલા વર્ષે સચિત્ત વગેરે જે મેળવે તે તેના વાચનાચાર્યનું (ઉદ્દેશ કરનારનું) થાય. આ બીજો વિકલ્પ (૩) બીજો વર્ષો પૂર્વાદિષ્ટ કે પશ્ચાત્ ઉ9િ શ્રુતને ભણતે પ્રતીરછક સચિત્ત વગેરે જે મેળવે તે સર્વ પણ તેના વાચનાચાર્યનું થાય. આ ત્રીજો વિકલ્પ. (આ ત્રણ વિકપ પ્રતીરછકના કહ્યા. હવે શિષ્યના કહે છે :-). (૪) કાલધર્મ પામેલા આચાર્યું કે પ્રતિષ્ઠક આચાર્ય શિષ્યને જે શ્રુતને ઉદ્દેશ કર્યો હોય તે શ્રુતને ભણત શિષ્ય સચિત્ત વગેરે જે મેળવે તે બધું પહેલા વર્ષે કાલધર્મ પામેલા આચાર્યનું થાય. એ ચોથો વિકલ્પ. (૫) પૂર્વાદિષ્ટ ભણનાર શિષ્યનું સચિત્ત વગેરે બીજા વર્ષે કાલધર્મ પામેલા આચાર્યનું થાય. આ પાંચમો વિક૫. (૬) પશ્ચાત્ ઉદિષ્ટ ભણનાર શિષ્યનું સચિત્ત વગેરે બીજા વર્ષે વાચનાચાર્યનું થાય. આ છઠ્ઠો વિકલ્પ. (૭) પૂદ્દિષ્ટ કે પશ્ચાત્ ઉદ્દિષ્ટ ભણતા શિષ્યનું સચિત્ત (શિષ્ય) વગેરે બધું જ ત્રીજા વર્ષે વાચનાચાર્યનું થાય. આ સાતમે વિક૯૫. (હવે શિષ્યાના વિકલ્પ કહેવાય છે.) (૮) પૂર્વાદિષ્ટ ભણતી શિષ્યાએ પહેલા વર્ષે મેળવેલું સચિત્તાદિ કાલધર્મ પામેલા આચાર્યનું થાય. આ આઠમે વિકલ્પ. (૯) પશ્ચાત્ ઉદ્દિષ્ટને ભણતી શિષ્યાનું મેળવેલું સચિત્તાદિ (બધું) પહેલા વર્ષે પણ વાચનાચાર્યનું થાય. આ નવમે વિક૫. (૧૦) પૂર્વાદિષ્ટ કે પશ્ચાત્ ઉદ્દિષ્ટ ચુતને ભણતી શિષ્યાને થયેલો સચિત્ત વગેરે લાભ બીજા વર્ષે વાચનાચાર્ય થાય. આ દસમે વિકલ્પ. અને (૧૧) પૂર્વેદિષ્ટ કે પશ્ચત્ ઉદ્દિષ્ટ ભણતી પ્રતીછિકાનું બધું જ પહેલા વર્ષે પણ વાચનાચાર્યનું થાય. આ અગિયારમે વિક૫.
આ (=ઉપર્યુક્ત અગિયાર વિભાગે) એક આદેશ (=મત) છે. બીજા વિકલ્પ આ આ પ્રમાણે છે - તે પ્રતીરછક આચાર્ય ગરછના સાધુઓના કુલ ગણ કે સંઘનો પણ હોય. તેમાં (૧) જે કુલને હોય તે પોતે જે શિષ્યોને વાચના આપે, તેમનું સચિત્ત વગેરે ત્રણ વર્ષ સુધી પોતે ન લે (તેમને જ આપે) જે પ્રતીછકોને વાચના આપે, તેમનું મેળવેલું સચિત્તાદિ જે દિવસે આચાર્ય કાલધર્મ પામ્યા હોય તે જ દિવસથી પિોતે લે.
(૨) જો તે એક કુલને નહિ, કિંતુ એક ગણનો હોય, તે શિષ્યનું સચિત્ત વગેરે એક વર્ષ સુધી તે ન લે. (૩) જે કુલ સંબંધી કે ગણ સંબંધી ન હોય તે નિયમ સંઘ સંબંધી હોય. તે છ મહિના સુધી શિષ્યનું મેળવેલું સચિત્ત વગેરે ન લે. [૨૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org