________________
૨૦૬ ]
__ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ननु यद्येव द्रव्यनिर्ग्रन्थानां संविग्नपाक्षिकाणामपि गुरुत्वं व्यवस्थापितं तदा गुरुतत्त्वनिश्चयार्थमनेकगुणान्वेषणाऽकिञ्चित्करी, अकिञ्चित्करश्च तदर्थोऽयं प्रयासः इत्याशङ्कायामाह
गुरुतत्तणिच्छओ पुण, एसो एकाइगुणविहीणे वि ।
जा सुद्धमग्गकहणं, ताव ठिो होइ दट्टयो ॥ १५७ ॥ 'गुरुतत्त'त्ति । गुरुतत्त्वनिश्चयः पुनरेष एतावता महता प्रबन्धेन क्रियमाणः परीक्षणीये गुरावनन्तानसाधारणगुणानवगाहमानोऽपि कालादिवशादेकादिगुणविहीनेऽपि चण्डरुद्राचार्यादिन्यायेन कतिपयोत्तरगुणहीनेऽपि तिष्ठंश्चारित्रापेक्षया मूलगुणसत्तामपेक्षमाणोऽपि सम्यक्त्वपक्षापेक्षया यावच्छद्धमार्गकथनं तावस्थितो द्रष्टव्यो भवति, उक्तश्चागमे-"ओसन्नो वि विहारे, कम्मं सोहेइ सुलहबोही य । चरणकरणं विसुद्धं, उवयूहंतो परूवंतो ।।१॥"त्ति । अत्र हि शुद्धमार्गप्ररूपणरूपगुरुलक्षणेनैव कर्मशोधनं सुलभबोधित्वं च प्रतिपादितम् , किञ्च-"जो जेण सुद्धधम्मम्मि ठाविओ संजएण गिहिणा वा । सो चेव तस्स जाणह, धम्मगुरू धम्मदाणाओ ॥१॥” इत्यादिवचनाद् गृहिणोऽपि यदि धर्मदानगुणेन धर्मगुरुत्वं प्रसिद्धं तदा संविग्नपाक्षिकाणामखिलधर्ममर्यादाप्रवर्तनप्रवणानामुचिततरमेव धर्मगुरुत्वमित्युच्चदृष्टया विचारणीयम् ॥१५७।।
શંકા –જે આ પ્રમાણે દ્રવ્યનિગ્રંથ સંવિગ્નપેક્ષિકોમાં પણ ગુરુપણું સિદ્ધ કર્યું તો ગુસ્તત્વના નિશ્ચય માટે ગુમાં અનેક ગુણેની તપાસ કરવી એ નિરર્થક છે, અને ગુરુતત્વના નિશ્ચય માટે કરેલ આ પ્રયાસ (ગુતરવવિનિશ્ચય ગ્રંથની રચનાનો પ્રયાસ) નિરર્થક છે. આ શંકાનું સમાધાન કરે છે:
આટલા મોટા ગ્રંથની રચનાથી પરીક્ષણીય ગુરુમાં અનંત અસાધારણ ગુણો હોવા જોઈએ એમ નિર્ણય થવા છતાં કાલ આદિના કારણે ચંડરુદ્રાચાર્ય આદિના દષ્ટાંતથી સાધુ કેટલાક ઉત્તરગુણોથી રહિત હોય તો પણ તે ગુરુ છે. ચારિત્રની અપેક્ષાએ ગુરુમાં મૂલગુણ હોવા જરૂરી છે. પણ સમ્યકત્વની અપેક્ષાએ જે શુદ્ધમાગે કથન રૂપ ગુણ હોય તો તે પણ ગુરુ છે. (અર્થાત કેટલાક ગુણેથી રહિત હોય તે પણ, જે શુદ્ધમાર્ગને ઉપદેશ આપતે હોય તે ગુરુ છે.) આગમમાં (ગચ્છાચાર પ્રકીર્ણક ગાથા ૩૪ માં) કહ્યું છે કે –મુનિચર્યામાં શિથિલ પણ જે ચરણ-કરણની નિષ્કપટપણે પ્રશંસા કરે છે અને કોઈ વાંછા વિના ભવ્ય જીવોની સમક્ષ યથાર્થ પ્રરૂપણું કરે છે તે અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મોને શિથિલ બનાવે છે. ભવાંતરમાં સુલભબોધિ બને છે, તથા સારી દેવગતિ આદિમાં જઈને પછી સુકુલમાં જન્મ આદિ પામે છે. અહીં (અનંતરોક્ત ગ. પ્ર. ની ગાથામાં) શુદ્વમાર્ગ પ્રરૂપણું રૂપ ગુરુલક્ષણથી જ કર્મની શિથિલતા અને સુલભધિપણું જણાવ્યું છે. તથા “સાધુ કે ગૃહસ્થ જેણે જેને શુદ્ધધર્મ માં જે હોય તે જ તેને ઘર્મદાનથી ધર્મગુરુ છે એમ જાણે.” ઈત્યાદિ વચનથી જે ધર્મદાનથી ગૃહસ્થનું પણ ધર્મગુરુપણું પ્રસિદ્ધ છે તે સર્વ ધર્મમર્યાદાઓને પ્રવર્તાવવામાં તત્પર સંવિપાક્ષિકનું ધર્મગુરુપણું વધારે ઉચિત જ છે. આ પ્રમાણે ઉચ્ચ (=ઉદાર) દૃષ્ટિથી વિચારવું. [૧૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org