________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ વરૂ
वसहिभत्तोवगरणादिआ य बहुगुणा सालिक्खुमादिआ य बहुसस्सा णिप्पज्जंति, गोमहिसपउरत्तणओ अ पउरगोरसं, सरीरवत्थादिएहिं सुंदरो जणो, अभिजायत्तगओ अ कुलीणा न साहुमुवद्दवकारी, एमादी हिं गुणेहिं भावपडिबछो निकारणओ वा वयति-प्रशंसतीत्यर्थः ।।
गिहीण कज्जाणं गुरुलाघवेणं संपसारंतो संपसारओ--- अस्संजयाण भिक्खू , कज्जेसु असंजमप्रवत्तेसु । जो देई सामत्थं, संपसारो उ णायब्वो ॥१॥'
जे भिक्खू असंजयाणं असंजमकज्जपवत्ताणं पुच्छंतागं अपुच्छताणं वा सामत्थयं देइ, मा एवं इमं वा करेहि इत्थ बहुदोसा जहा हं भणामि तहा करेसि ति, एवं करितो संपसारओ भवति । ते अ इमे અસંગમ જ્ઞા---
'गिहिनिक्खमणपवेसे, आवाहविवाहविक्कयकए वा । गुरुलाघवं कहतो, गिहिणो खलु संपसारीओ ॥१॥'
गिहीणं असंजयाणं गिहाओ दिसिजत्ताए वा निग्गमयं देइ, जत्ताओ वा आगच्छंतस्स पवेसं देइ, आवाहो बिद्विआलंभणयं सुहं दिवसं कहेइ, मा वा एअस्स देहि इमस्स वा देहि. विवाहपडलमाइएहि जोइसगंथेहिं विवाह वेलं देइ, अग्घकंडमादिएहिं गंथेहिं इमं दवं विकिणाहि इमं वा किगाहि, एवमादिसु कज्जेसु गिहीणं गुरुलाघवं कहितो संवसारत्तणं पावइ"त्ति ॥५४।।
પાશ્વસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત, યથાછંદ, નિત્યવાસી એ છ સ્થાનેથી રહિત પણ જે સંવિગ્ન ગીતાર્થ છતાં કાથિક (વિકથા કરનાર) વગેરે દોષવાળો હોય તેને આચાર્ય તરીકે સ્વીકારવામાં ચાર માસ અનુદ્ધાત પ્રાયશ્ચિત્ત આવે અને આજ્ઞાભંગ વગેરે દોષો લાગે.
કાથિક વગેરે ચારનું વર્ણન:
કાથિક વગેરે ચાર આ પ્રમાણે છે :-કાથિક, દાર્શનિક, મામક અને સંપ્રસારક. એમનું સ્વરૂપ પ્રક૯પ અધ્યયન (નિશીથ તેરમાં ઉદ્દેશામાં આ પ્રમાણે કહ્યું છે – (૧) કથિક સ્વાધ્યાય વગેરે કર્તવ્ય કાર્યોને મૂકીને જે દશકથા કે કાલકથા વગેરે વિકથાઓ કરે તે કાથિક કહેવાય. જે ધર્મકથા પણ આહારાદિ કે વસ્ત્રાપાત્રાદિ માટે કરે, યશ માટે કરે, વંદનાદિ લેવા (પૂજાવા) માટે કરે, સૂત્ર-અર્થ પોરસિના વેગને (ક્તવ્યોને) મૂકીને રાતે અને દિવસે ધર્મકથા વગેરે ભણવામાં અને વાંચવામાં લીન રહે, તે જ તેનું કાર્ય, તેમાં જ લાગ્યો રહે, તે પણ વૈભાવિક હોવાથી) કાથિક છે.
પ્રશ્ન :-વાધ્યાયના વાચનાદિ પાંચ પ્રકારો છે. તેને પાંચમે ભેદ ધર્મકથા છે. તેનાથી તે ભવ્યજીવો પ્રતિબંધ પામે છે. તીર્થને અવિચ્છેદ અર્થાત્ પરંપરા ચાલે છે, પ્રભાવના થાય છે. એમ ધર્મકથાથી નિર્જરા જ થાય છે, તે કાથિપણાને નિષેધ કેમ કરો છે? ઉત્તર –વાત અત્યંત સાચી છે. ધર્મકથા સ્વાધ્યાયને પાંચ પ્રકાર છે જ. તેનાથી તીર્થને વિચ્છેદ થતું નથી અને તીર્થની પ્રભાવના પણ થાય છે, છતાં સર્વકાળ ધર્મકથા ન કરવી. કારણ કે પડિલેહણા વગેરે સંયમયેગની, સૂત્ર-અર્થ પરિસીની,
? “ટિંઘુ કૃતિ પ્રચત્તરે |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org