________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ ૧ કહ્યું છે? એકે કહ્યું મારી પત્નીએ કહ્યું છે. બીજાએ પણ તે જ જવાબ આપ્યો. અધિકારીએ તે બંને સ્ત્રીઓ પાસે સુતર કંતાવ્યું, ત્યારપછી તે બંને સ્ત્રીઓએ કાંતેલું સુતર જેઈને સત્યને નિર્ણય કર્યો, અને જેનું જે વસ્ત્ર હતું, તેને તે વસ્ત્ર આપી દીધું.
પ્રાશ્ચિક આ પ્રમાણે બીજા પણ ઘણા લેકવ્યવહારમાં પ્રાશ્વિકપણું (=પંચાત) કરે, અથવા વિવાદને ચૂકાદો કરે (ઝગડા ભાગે).
પૂર્વોક્ત “લૌકિક શાસ્ત્ર આદિ કાર્યોમાં એ પદોને અર્થ આ પ્રમાણે છે :-છંદશાસ્ત્ર વગેરે લૌકિક શાસ્ત્રોના સૂત્ર કે અર્થને કહે, અથવા અર્થશાસ્ત્રને કહે, “સેતુ” વગેરે ઘણા કાવ્યોને અને કુતુહલેને કહે, વૈશિક” વગેરે શાસ્ત્રોનો ભાવાર્થ કહે. (છલિયંક) જેમાં સ્ત્રીવર્ણન વગેરે હોય, તેવી શૃંગારકથા કરે. (ઉત્તર=) વ્યવહારના ઉત્તરે શિખવાડે, અથવા (ઉત્તર=) શકુન કથા વગેરે કહે.
(૩) મામક: મમતા કરે તે મામક, ઉપકરણ વગેરેને રાગ કરે, તેથી યથાસંભવ બીજાઓને વાપરવાને પ્રતિષેધ કરે, અર્થાત્ આ ઉપકરણ મારું છે, કેઈએ લેવું નહિ. એ પ્રમાણે થંડિલભૂમિ, વિહારભૂમિ, વસતિ, કુલ, ગ્રામ વગેરેમાં પણ મમતા કરે. તેને ઉપભોગ કરવા સ્વગ૭–પરગચ્છના સાધુઓને પણ નિષેધ કરે. આહાર, ઉપાધિ અને શરીર વગેરેમાં મમતા કરે. આ પ્રમાણે (બાહ્ય પદાર્થોમાં) ભાવપ્રતિબંધ (આસક્તિ) કરનાર મામક જાણો.
વળી વિવિધ દેશગુણોથી પણ પ્રતિબદ્ધ મામક આ પ્રકારે છે –વૃક્ષ, વાવડીઓ અને તળાવોથી સુશોભિત આ દેશમાં વિહાર જે સુખપૂર્વક થાય છે, તેવો સુખપૂર્વક વિહાર અન્ય દેશમાં થઈ શકતો નથી. એમ તે તે દેશમાં પ્રતિબંધ કરે તે દેશપ્રતિબદ્ધ જાણો. આ દેશમાં વસતિ, ભજન, ઉપકરણની સુલભતા વગેરે ઘણું ગુણ છે. ડાંગર, શેરડી વગેરે ઘણું ધાન્ય નિપજે છે. ગાય-ભેંસે ઘણી હોવાથી ગોરસ પુષ્કળ મળે છે. લેક શરીર–વસ્ત્ર વગેરેથી સુંદર છે. લોકો સારા કુલીન હોવાથી સાધુઓને હેરાન કરતા નથી. ઈત્યાદિ તે તે દેશના ગુણોથી ભાવપ્રતિબદ્ધ બનેલ સાધુ નિષ્કારણ દેશની પ્રશંસા કરે તે ગુણપ્રતિબદ્ધ જાણવો.
(૪) સંપ્રસારક : ગૃહસ્થનાં અસંયમ કાર્યોમાં (આ કામ સારું છે, આ કામ બરાબર નથી વગેરે) સલાહ=અભિપ્રાય આપનાર સાધુ સંપ્રસારક છે. જે સાધુ અસંયમ કાર્યમાં પ્રવર્તેલા ગૃહસ્થોને પૂછવાથી કે પૂછયા વિના પણ સલાહ આપે કે“આ કાર્ય આ પ્રમાણે ન કરે, એમાં ઘણા દોષે (નુકસાને) છે, હું કહું તેમ કરો” ઈત્યાદિ સહાય કરનારને સંપ્રસારક કહ્યો છે.
તે અસંયમ કાર્યો આ છે -અસંયત ગૃહસ્થોને મુસાફરી માટે ઘરેથી નીકળવાનું મુહૂર્ત આપે, મુસાફરીથી આવ્યા પછી ઘરમાં પ્રવેશવાનું મુહર્ત આપે. પુત્રીને સાસરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org