________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ]
[ ૨૧૨ (૧) ક્ષેત્ર=સેતુ વગેરે, (૨) *વાસ્તુ ખાત વગેરે, (૩) ધન-ધાન્યને સંચય, ધન=ચાંદી વગેરે, ઘાન્ય ચોખા વગેરે, (૪) મિત્ર-જ્ઞાતિને સંબંધ, મિત્ર=સાથે મોટા થયેલા, જ્ઞાતિવજન, (૫) વાહન=પાલખી વગેરે, (૬) શયને =પલંગ વગેરે, (૭) આસન = સિંહાસન વગેરે, (૮) દાસીએ=જેના શરીરમાં ચિહ્ન કરેલ હોય તેવી નોકરાણીઓ, (૯) દાસો=જેના શરીરમાં ચિહ્ન કરેલ હોય તેવા નેકરે. (૧૦) કુખ્ય=ઘરમાં ઉપગી વિવિધ સામગ્રી.
અત્યંતર ગ્રંથ ચૌદ પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) ક્રધ=અપ્રીતિ. (૨) માન=હું એવા મદને હેતુ (૩) માયા=સ્વ–પરને વ્યાહ ઉત્પન્ન કરનાર શાક્ય. (૪)ભ= ધનાદિની આકાંક્ષા-પ્રીતિ. (૫) પ્રેમપ્રિય (જ)માં પ્રીતિને હેતુ. (૬) શ્રેષ=ઉપશમ ત્યાગ રૂપ વિકાર. જો કે પ્રેમ માયા-લેભ રૂપ છે અને દ્વિષ કે ધમાન રૂપ છે, તે પણ વિશેષથી સામાન્ય કથંચિત ભિન્ન છે, એ સૂચવવા માટે પ્રેમ અને દ્વેષને જુદા લીધા છે, એમ વૃદ્ધો કહે છે. (૭) મિથ્યાત્વ=આત્મા નથી, આત્મ નિત્ય નથી, આત્મા+ કંઈ કરતે નથી. આત્મા કરેલાં કર્મો ભગવતે નથી, મેક્ષ નથી. મેક્ષનો ઉપાય નથી. આ પ્રમાણે છ સ્થાનેથી તત્ત્વાર્થની શ્રદ્ધાને અભાવ એ મિથ્યાત્વ છે.
સન્મતિકાર કહે છે કે –“આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કર્મ કરતું નથી, આત્માએ કરેલાં કમે અનુભવતો (=ોગવતો નથી, મેક્ષ નથી, મેક્ષના ઉપાય નથી. આ છ મિથ્યાત્વના સ્થાને છે.” (સન્મતિ તર્ક કાંડ ૩ ગાથા ૫૪) (૮) વેદ=સ્ત્રીવેદ આદિ ત્રણ પ્રકારનો વિકાર. (૯) અરતિ=સંયમમાં અપ્રીતિ. (૧૦) રતિ-અસંયમમાં પ્રીતિ. (૧૧) હાસ્ય=વિસ્મય આદિમાં સુખને તે વિકાર. (૧૨) શોક ઈષ્ટવિયેગથી માનસિક દુઃખ. (૧૩) ભય=
* * જેમાં અનાજ વગેરે ઉત્પન્ન થાય તેવી ભૂમિ ક્ષેત્ર છે. ક્ષેત્રના સેતુ, કેતુ અને સેતુ-કેતુ એમ ત્રણ ભેદ છે. જેમાં વાવ આદિના પાણીથી ખેતી થાય તે સેતુ ભૂમિ છે. જેમાં વર્ષાદના પાણીથી ખેતી થાય તે હેતુ ભૂમિ છે. જેમાં વાવ આદિ અને વર્ષાદ એ બંનેના પાણીથી ખેતી થાય તે ભૂમિ સેતુ-કેતુભૂમિ છે.
૪ વાસ્તુ એટલે ઘર, ગામ, નગર વગેરે વસવા લાયક પ્રદેશ. ઘરના ખાત, ઉછિત અને ખાતેરિષ્કૃત એમ ત્રણ ભેદ
છિત એમ ત્રણ ભેદ છે. જે જમીનની અંદર ભોંયરું હોય તે ખાત છે. જે જમીન ઉપર હોય તે ઘર, દુકાન, મહેલ વગેરે ઉરિત છે. ભોંયરા સહિત ઘર વગેરે ખાતેરિત છે.
- + આત્મા કુટસ્થ નિત્ય હોવાથી કશું કરતો નથી. પ્રકૃતિ જ બધું કરે છે. આવી સાંખ્ય દર્શનની માન્યતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org