________________
૨૨૮ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પરિણામને અધિકાર હોવાથી જ પરિણામવૃદ્ધિ આદિનું કાલ પ્રમાણ અહીં કહે છેદ-પુલાક, બકુશ અને બન્ને પ્રકારના કુશીલેને અવસ્થિત પરિણામ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સાત સમય રહે છે, વર્ધમાન અને હીયમાન પરિણામ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂત રહે છે. તેમાં એક સમયની ઘટના આ પ્રમાણે છે – પુલાક પ્રવર્ધમાન આદિ ભાવમાં એક સમય રહીને કષાયવિશેષની તેના ઉપર અસર થતાં બીજા જ સમયે કવાયકુશીલપણુમાં કે પુલાઉપણામાં રહીને હીયમાન કે અવસ્થિત પરિણામને પામે છે. બકુશ આદિમાં પણ આ રીતે જઘન્ય એક સમય ઘટે છે. ઉપરાંત મરણથી પણ એક સમય ઘટે છે. જેમકે-એક સમય વર્ધમાન આદિ પરિણામમાં રહીને બીજા જ સમયે મૃત્યુને પામે તેથી પણ એક સમય વર્ધમાન પરિણામ રહે. પુલાકમાં મરણથી એક સમય ન ઘટે. કારણકે પુલાકને પુલાક ચારિત્રમાં મૃત્યુ નથી. કહ્યું છે કેપુ તથ નો મર= “પુલાક પુલાપણામાં મૃત્યુને ન પામે.” પુલાક કષાયકુશીલ આદિ અન્ય ભાવને પામ્યા પછી જ મરે છે. પાછળ (ગતિ દ્વારમાં) પુલાકનું જે મરણ કહ્યું છે તે ભૂતકાળની તેની પુલાક અવસ્થાની અપેક્ષાએ કહ્યું છે. પરિણામની વૃદ્ધિ-હાનિને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત કહ્યો, તે તેવા પ્રકારના સ્વભાવથી જ છે.
નિગ્રંથ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂત સુધી વર્ધમાનપરિણામવાળો હોય, કારણકે અંતમુહૂર્ત પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં અન્ય (સ્થિર) પરિણામી બને છે. નિર્ચથના પરિણામ ઘાતી કર્મોને છેદ કરવાના વ્યાપાર રૂપ હોય છે, તેથી ઘાતકમેને છેદવાને વ્યાપાર પૂર્ણ થતાં જ તે તરત કેવળી બની સ્થિર પરિણામી બને છે. આ રીતે નિગ્રંથમાં વ્યાપારરૂપે અને કેવળીદશામાં પરિણામની સ્થિરતા રૂપે ભેદ છે. [૧૦૫–૧૦૬–૧૦૭].
अंतमुहुत्तुक्कोसं, समयं च अवडिओ जहन्नेणं ।
अण्णे अवट्ठियमिमं. उकिटं बिति सग समया ॥ १०८॥ 'अंतमुहुत्तुकोस'ति । उत्कर्षतोऽन्तर्मुहूर्त स्थितपरिणामानुवृत्तौ, जघन्येन च समयमे निर्ग्रन्थत्वप्राप्तिसमयानन्तरमेव मरणादवस्थितो निर्ग्रन्थः । अन्ये पुनराचार्याः 'इम' निम्रन्थमुत्कृष्ठमवस्थितं सप्त समयान् यावद् ब्रुवते, तदुक्तमुत्तराध्ययनवृत्तौ “निर्ग्रन्था जघन्यत उत्कर्षतश्चान्तर्मुहूर्त्त वर्द्धमाने परिणामे, अवस्थिते तु जघन्यत एक समयमुत्कृष्टेनान्तर्मुहूर्तम् , तथा चागमः"णियंठे णं भंते! केवतियं वढमाणपरिणामे हुजा? गोयमा ! जहन्नेणं अंतोमुहृत्तं उक्कोसेण पि अंतोमुहृत्तं । केवतियं कालं अवट्टियपरिणामे हुजा ? गोयमा ! जहन्नेणं एक समयं उक्कोसेणं अंतोमुहृत्तं "ति । अपरे स्वयमुत्कृष्टतोऽवस्थितपरिणामे सप्त समयानित्याहुः" इति ॥१०८॥
(નિગ્રંથના અવસ્થિત પરિણામના કાળને વિચાર-) નિર્મથના અવસ્થિત પરિણામ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત અને જઘન્યથી એક સમય રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org