________________
गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः
[ ૨૨૭ 'तत्र' सञ्ज्ञायां विचार्यायां स्नातकनिम्रन्थपुलाका नैव सञ्ज्ञोपयुक्ताः, आहाराद्युपभोगेऽपि तत्रानभिष्वङ्गात् , आहाराद्यभिष्वङ्गवतामेव सञोपयुक्तत्वात् । ननु निग्रन्थस्नातकावेवंभूतौ युक्तौ वीतरागत्वात् , न तु पुलाकः सरागत्वात् ?, नैवम् , नहि सरागत्वे निरभिष्वङ्गता सर्वथा नास्तीति वक्तुं शक्यते, बकुशादीनां सरागत्वेऽपि निःसङ्गताया अपि प्रतिपादितत्वात् , अत एवाह--' अन्ये' बकुशादयो द्विविधा अपि भवन्ति, तथाविधसंयमस्थानाभावात् सज्ञोपयुक्ता नोसञोपयुक्ताश्च भवन्तीत्यर्थः । नन्वेवं वकुशादीनां सज्ञोपयोगकाले साभिस्वङ्गं चित्तं प्राप्तम् , तथा च सामायिकव्याघातः, तस्य निरभिष्वङ्गचित्तरूपत्वात् , तदुक्तं साधुधर्मविधिपश्चाशके--" समभाषी सामइअं, तणकंचणसत्तुमित्तविसउ ति । णिरभिस्संगं चित्तं, उचियपवित्तिप्पहाणं च ।।१॥" मैवम् , ध्यानयोगरूपस्यैव तस्य तल्लक्षणप्रतिपादनात्, व्युत्थानदशायामाहाराद्यभिष्वङ्गेण तदति चारेऽपि तच्छक्तिनिवृत्त्यभावादिति ॥१२२॥
ઉપસં૫૬ હાન દ્વારા પૂર્ણ થયું, હવે સંજ્ઞા દ્વાર કહે છે -
સંજ્ઞા એટલે નિરંતર આદરપૂર્વકની આસક્તિવાળું ચિત્ત. કહ્યું છે કે “સંજ્ઞા એટલો સંતાન, અર્થાત મોહથી વ્યક્ત થતું ચિત્ત (ચૈતન્ય). સંજ્ઞાના આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એમ ચાર પ્રકારો છે. તેમાં સ્નાતક, નિગ્રંથ અને પુલાક એ ત્રણને સંજ્ઞા નથી જ. કારણકે આહારાદિનો ઉપભેગા કરવા છતાં તેમાં તેઓને આસક્તિ હોતી નથી. જે આહારાદિમાં રાગવાળા હોય તે જ સંજ્ઞાવાળા છે.
પ્રશ્ન-નિર્ગથ અને સ્નાતક એ બે વીતરાગ હોવાથી તેઓને સંજ્ઞા ન હોય તે બરાબર છે, પણ પુલાક રાગી હોવા છતાં તેને “સંજ્ઞા ન હોય” એમ કહ્યું, તે કેમ ઘટે ? ઉત્તર–તમારી સમજ બરાબર નથી. કારણકે-રગીમાં પણ સર્વથા અનાસક્તિ ન જ હેય તેમ કહી શકાય નહિ, બકુશ વગેરે સરાગી હોવા છતાં તેઓ અનાસક્ત પણ હોય, એમ શાસ્ત્રમાં કહ્યું છે. આથી જ કહે છે કે બકુશ વિગેરે સંજ્ઞાવાળા અને સંજ્ઞાહિત એમ બને પ્રકારના હોય છે. કારણકે તેઓને સર્વથા સંજ્ઞાનો અભાવ થાય તેવાં સંયમસ્થાને હતાં નથી.
પ્રશ્ન-આ રીતે તે બકુશ વિગેરે સંજ્ઞાવાળા હોય, તેથી તે તેમનું ચિત્ત આસક્તિવાળું સિદ્ધ થવાથી તેમાં સામાયિકને અભાવ સિદ્ધ થયે. કારણકે સામાયિક અનાસક્ત ચિત્તરૂપ છે. સાધુધર્મવિધિ નામના પંચાશક ગા. ૫ માં કહ્યું છે કે“તૃણ–સુવર્ણ વગેરે જડ પદાર્થોમાં અને શત્રુ-મિત્ર વગેરે ચેતન પદાર્થોમાં સમતા ભાવ તે સામાયિક, અર્થાત અનાસક્ત અને ઉચિત પ્રવૃત્તિથી ઉત્તમ ચિત્ત તે સામાયિક છે.”
ઉત્તર–આ મન્તવ્ય બરાબર નથી. કારણ કે તમે કહ્યું તે લક્ષણ ધ્યાનયેગ રૂપ સામાયિકનું છે. વ્યુત્થાન અવસ્થામાં એટલે કે ધ્યાન સિવાયની અવસ્થામાં તો આહારદિમાં આસક્તિ થાય તે પણ સામાયિકમાં અતિચારો લાગે, પણ સામાયિકની શક્તિની નિવૃત્તિ ન થાય. અર્થાત્ આસતિ વખતે પણ અભિવ્યક્તરૂપે ચારિત્ર ન હોવા છતાં શક્તિરૂપે ચારિત્ર હોય છે. (માટે બકુશ આદિને આસક્તિ થવા છતાં સામાયિકનો અભાવ નથી.) [૧૨૨].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org