________________
કરે છે ]
। स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તે દશથી ગુણતા દશહજાર થાય. આથી હજાર સંયમપર્યાયવાળો પુલાક દશહજાર સંયમપર્યાયવાળા પુલાકથી સંખ્યાતગુણહીન સિદ્ધ થયે.
૫-એક પુલાકને દશહજાર ઉત્કૃષ્ટ પર્યાય છે, અને બીજા પુલાકના બસો પર્યાયે છે. બસોને અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ માનીને તેને પચાસથી ગુણતાં દશહજાર થાય, આથી બસો સંયમપર્યાયવાળો પુલાક દશહજાર સંયમપર્યાયવાળા પુલાકથી અસંખ્યાતગુણહીન થયો.
-એક પુલાકને દશજાર ઉત્કૃષ્ટ સંયમપર્યાયો છે અને બીજા પુલાકના સો પર્યાય છે, હવે સર્વજીવ પ્રમાણ અનંતને સો માનીને તે સોથી સોએ ગુણતાં દશહજાર થાય. આથી સો પર્યાયવાળે દશહજાર પર્યાયવાળાથી અનંતગુણહીન સિદ્ધ થયો. એ પ્રમાણે છઠ્ઠાણહીનનું વર્ણન સમજવું.
એ રીતે છઠ્ઠાણુઅધિક શબ્દની પણ વ્યાખ્યા ભાગાકાર અને ગુણકારથી કરવી. જેમકે એક પુલાકને દશહજાર સંયમપર્યાય છે, અને અન્ય પુલાકને નવહજાર નવસો સંયમપર્યા છે, તે બીજાની અપેક્ષાએ પહેલો અનંતભાગ અધિક છે. નવહજાર આઠસો સંયમપર્યાયવાળાની અપેક્ષાએ પહેલે (= શહજારવાળા) અસંખ્યાતભાગ અધિક છે. નવહજાર પર્યાયવાળાથી પહેલો (દશહજાર પર્યાયવાળો) સંખ્યાતભાગ અધિક છે. હજાર પર્યાયવાળાની અપેક્ષાએ પહેલી=(દશહજારવાળો) સંખ્યાતગુણ અધિક છે, બસો પર્યાયવાળાની અપેક્ષાએ પહેલે(=દશહજારવાળો) અસંખ્યાતગુણ અધિક છે. એકસો પર્યાયવાળાની અપેક્ષાએ પહેલે(=દશહજારવાળો) અનંતગુણ અધિક જાણો.
પરસ્થાનમાં એટલે કે વિજાતીય પ્રતિપક્ષમાં સંનિકર્ષના વિચારમાં કષાયકુશીલની અપેક્ષાએ પુલાક તેના તુલ્ય, હીન કે અધિક ષટ્રસ્થાન પતિત છે. કારણ કે કષાયકુશીલનાં સંયમસ્થાને પુલાકના સંયમસ્થાનની સાથે જ શરૂ થાય છે અને પુલાકનાં રથાને સમાપ્ત થયા પછી નિગ્રંથનાં સંયમસ્થાનને પ્રારંભ થાય ત્યાં સુધી આગળ વધે છે, એમ (૮૮-૮૯ ગાથાઓમાં) જણાવ્યું છે. [૧]
हीणोऽणंतगुणेणं अण्णेहितो सठाणि बउसो य ।।
पडि सेवकसाईण य, तुल्लो छटाणवडिओ वा ॥ ९१ ।। 'हीणो'त्ति । 'अन्येभ्यः' पुलाककषायकुशीलव्यतिरिक्तेभ्यो बकुशप्रतिसेवाकुशीलनिग्रन्थस्नातकेभ्योऽनन्तगुणेन हीनः पुलाको न तु तुल्योऽधिको वा, तदुक्तम्-"बउसासेविणियंठगण्हायॉणं हुज्जऽणतणहीणो'त्ति । आगमेऽप्युक्तम्-पुलाए णं भंते ! बउसस्स परठाणसन्निगासेणं चरित्तपज्जवेहिं किं होणे तुल्ले अब्भहिए ? गोयमा ! होणे णो तुल्ले णो अभहिए अणंतगुणहीणे । एवं पडिसेवणाकुसीलस्स वि। कसायकुसीलेणं समं छहाणवडिए जहेव सहाणे। गियंठस्स जहा बउसस्स । एवं सिणायस्स वि"त्ति । केचित्तु प्रतिसेवनापुलाकापेक्षयाऽप्ययं षट्स्थानपतित इत्याहुः। बकुशश्च स्वस्थाने परस्थाने
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org