________________
૧
૨૪ ]
[ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवाद युते यतः पार्श्वस्थादिः संविग्नविहारमभ्युपगतोऽभ्युपगन्तुकामो वा वाच्यते । तथाऽन्यत्रालाभे सिद्धान्ताव्युच्छित्त्यर्थ पार्श्वस्थादिभ्योऽपि वाचना गृह्यत इत्यादि ॥१८॥
જેમ ચિત્રમાં આલેખેલી સ્ત્રી તારિક બેધવાળા કેઇને ગુણનું (વૈરાગ્યનું કારણ બને છતાં તેનું દર્શન મેય ભાગે દોષનું કારણ છે, તેમ જુઠું લિંગ કેઇને લાભનું કારણ બનવા છતાં સામાન્યથી જ તેને વંદન કરવાને નિષેધ છે, એ સિદ્ધ થયું. પ્રશ્ન – જે આ પ્રમાણે પાવૅસ્થાદિને વંદન કરવામાં દોષ કહ્યો, તે અપવાદથી પણ તેમને વંદન કરવું અયુક્ત ગણાશે. કારણકે તેના દોષ દૂર થયા નથી. આનું સમાધાન કરવા કહે છે - - અપવાદથી લાભ-હાનિની વિચારણા પૂર્વક નિર્ગુણીઓને વંદન કરવામાં પણ દેષ નથી. કારણકે લાભ-હાનિની વિચારણા જ દેષને રેકી દે છે. એ પ્રમાણે દાનાદિમાં પણ સમજવું. જેમકે અશિવ આદિ પ્રબળ કારણે પાર્થસ્થાદિને આહાર આપવામાં અને તેને આહાર લેવામાં પુષ્ટ આલંબન હેવાથી દોષ નથી. (નિશીથ ઉ. ૧૫ ગા. ૪૭૮ માં)
કહ્યું છે કે-“મારી, મરકી વગેરે ઉપદ્રવ રૂપ અશિવમાં, દુષ્કાળમાં, રાજ હેપી થયો હોય ત્યારે, કર આદિના ભયમાં, બિમારીમાં, વિકટ માર્ગમાં અને શત્રુ રાજાએ નગર વગેરેને ઘેરે ઘાલ્ય હોય
ત્યારે, પાસત્યાદિને આહાર આપે અથવા તેમની પાસેથી લે.” આ પ્રમાણે તેમને વસ્ત્રાબ્રિ પણ પુષ્ટ આલંબનમાં લેવા-દેવામાં પણ દોષ નથી. કહ્યું છે કે “આ અપવાદ છે કે જે ગૃહસ્થ કે અન્ય તીથિક મુમુક્ષુ દીક્ષા લેવાની ભાવનાવાળા હોય તેને આપી શકાય. જે દેશમાં વસ્ત્ર સુલભ હોય તે દેશમાં પણ અશિવ વગેરે હોય, અથવા તે દેશમાં જવાના માર્ગમાં વચ્ચે અશિવ વગેરે હેય. ઇત્યાદિ કારણેથી તે દેશમાં ન જઈ શકે, અને અહીં વસ્ત્રાદિ ન મેળવી શકે તે પાર્શ્વ સ્થાદિનું વસ્ત્ર લે અને તેમને જરૂર હોય તો આપે. અથવા રસ્તામાં જતાં લુંટાઈ ગયો હોય અને બીજેથી વસ્ત્રો ન મળ્યાં હોય તે પણ પાર્શ્વ સ્થાદિનાં વસ્ત્રો લે. અથવા અતિશય ઠંડા દેશમાં ઠંડીથી પરાસ્ત થયેલાઓ ઉછિનું વસ્ત્ર લે અથવા જ્ઞાન માટે પાથરવાનું પણ વસ્ત્ર લે વગેરે.
વળી કારણે વસતિ આદિ આપવામાં પણ દોષ નથી, કારણ કે શાસનમાં કારણે અસાંગિક પણ પાર્થ સ્થાદિને સાંગિક કહ્યા છે, અને વસતિમાં વિદ્યમાન પણ વસ્તુ s, સાંગિકેને જે ન આપે તેને ચતુર્લઘુ પ્રાયશ્ચિત કહ્યું છે. વસતિમાં અગ્નિ આદિને | ઉપદ્રવ કે હિંસક પ્રાણુ વગેરેને ભય હેય, કે નવદીક્ષિત હેય, કેઈ ગ્લાન હેય, ત્યારે તે કારણે એવા વિકટ રસ્તે જતા હેય, આવા કારણથી આવેલાને વિદ્યમાન પણ સ્થાન ન આપે તે ચતુરુ પ્રાયશ્ચિત્ત આવે. તથા પરસ્પર સંગ (વ્યવહાર), સાધર્મિક વાત્સલ્ય, અને પ્રવચનને વિચ્છેદ (અપભ્રાજના) થાય. એમ જિતકપની વૃત્તિમાં કહ્યું છે.
* સામાન્યથી નિષેધ છે, વિશેષથી નહિ એમ જ કારને અર્થ છે. . "*'. ૪ “આ અપવાદ છે' ઇત્યાદિ પાઠ નિ. ઉ. ૧૫ ગા. ૪૯૮૮ વગેરેમાં છૂટક છૂટક છે. સળંગ
આ પાઠ વ્યવહારચૂર્ણિમાં હોવા જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org