________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ ૨૭ પ્રાયઃ વિશેષ આરાધના ન કરી શકે, આલંબનથી કે નિમિત્તથી કરે, એટલે) “આ મારે અથવા મારા છે” એવા મમત્વભાવથી કરે, બહુમાનબુદ્ધિથી કરે અને સ્વકાર્ય ને કરવામાં હીનતાનો અનુભવ થતાં લજજા પામે. તેથી મારે અમુક અમુક અવશ્ય કરવું જોઈએ એવો ભાવ પ્રગટવાથી કરે. એમ ત્રણ કારણે તે કર્તવ્ય કાર્યોમાં સુખપૂર્વક પ્રવૃત્તિ કરે.
(સંબંધના કારણે સાધુઓને પરસ્પર મમત્વભાવ થવાથી એકબીજાની વૈયાવચ્ચ, વોચના વગેરે કરે, સંબંધના કારણે વડીલે પ્રત્યે બહુમાન ભાવ થવાથી વિનય વગેરે કરે, પરસ્પર ઓળખાણ કે સંબંધના કારણે અમુક કાર્ય ન કરે તે શરમાવું પડે તેથી પણ (એક-બીજાની શરમથી પણ) કરે. આમ અનેક લાભે થાય.) આમ સંબંધના કારણે મમતા, બહુમાનબુદ્ધિ અને લજજા થાય, અને તે મમતાદિના કારણે ઉપર્યુક્ત લાભ થાય, માટે પ્રવજ્યાપાક્ષિક, કુલપાક્ષિક આદિ નજીક નજીકના કમથી ઉપસંપદા લેવાનું વિધાન છે. [૨૮] तदेव सविशेषमाह
सबस्स वि कायव्वं, णिच्छयओ किं कुलं व अकुलं वा ।
संबंधो गुणहेऊ, तह वि हु थिरपीइहेउ त्ति ॥ २९ ॥ 'सव्वस्स बित्ति । निश्चयतः सर्वेण सर्वस्याप्यविशेषेण श्रुतवाचनादिकमात्मनो विपुलतरां निर्जरामभिलपता कर्त्तव्यं किं कुलं वाऽकुलं वा ? इत्यादिविचारणया, तथापि 'सम्बन्धः' कुलाद्यासन्नतरतादिलक्षणः 'स्थिरप्रीतिहेतुरिति' पारतन्त्र्यधीनिरापद्वाराऽऽलस्यनिवारकत्वेन निरन्तरावश्यकर्त्तव्यक्रियाऽविच्छेदाद् गुणहेतुरिति ॥ २९ ॥
આ જ વિષયને વિશેષરૂપે કહે છે :
જેકે નિશ્ચયથી તે ઘણી નિર્જરાના અભિલાષી બધાએ “આ મારા કુલને છે, આ મારા કુલનો નથી” ઈત્યાદિ કેઈપણ જાતના ભેદભાવ વિના બધાનું જ શ્રુત-વાચનાદિ કાર્ય સમાન કરવું જોઈએ. તે પણ (વ્યવહારથી) કુલ આદિથી નજીક વગેરે જે સંબંધ કહ્યો તે સ્થિર પ્રીતિનો હેતુ છે. અર્થાત્ આ સંબંધથી “હું પરને આધીન છું” એવી. (દીનતાની) બુદ્ધિ દૂર થાય છે, એથી આળસ દૂર થાય છે અને તેથી અવશ્ય કર્તવ્ય ક્રિયા નિરંતર થયા કરે છે, આમ એ સંબંધ ગુણનું=લાભનું કારણ છે. [૨૯] एतदेव तन्त्रसंमत्या द्रढयति
दिसमणुदिसं व भिक्खू, इत्तु च्चिए एगपक्खिओ जुग्गो।
धारेउं णिहिट्ठो, इत्तरिअं आवकहियं वा ॥ ३० ॥ * અહીં આ વિષયની બરોબર સ્પષ્ટતા થાય એ માટે કંઈક વિસ્તૃત લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org