________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ રૂર उत्कृष्टोपधिरशुद्धेन सह मीलित इति, अप्रत्ययो वा शैक्षाणां भवेद्--अयमेतेषां सकाशादुद्यतविहारी येनोपधिमुत्कृष्टपरिभोगेन परिभुङ्क्त, एते तु हीनतरा इति । 'द्वितीये' संविग्नेऽसंविग्नगच्छं संक्रामति बहवो दोषा यद् भणितं कल्पभाष्ये ।। ३८ ।।
અન્યગચ્છમાં જવામાં પણ ચતુભગી થાય, તેમાં વ્યવસ્થા કહે છે :
અન્યગચ્છમાં જવામાં પણ આ પ્રમાણે ચાર ભાંગા થાય. (૧) સંવિગ્ન સંવિગ્નગણમાં જાય. (૨) સંવિગ્ન અસંવિગ્નગણમાં જાય. (૩) અસંવિગ્ન સંવિગ્નગણમાં જાય. (૪) અસંવિગ્ન અસંવિગ્નગણમાં જાય. તેમાં પ્રથમ ભાંગામાં આલોચના કરી છે એટલે શુદ્ધ છે. તે આલોચના માટે આ વ્યવસ્થા ( મર્યાદા) છે ?-ગીતાર્થ કે અગીતાર્થ સંવિગ્ન ગચ્છમાં પહોંચે, ત્યારે સંવિગ્નોથી છૂટો પડ્યો હોય તે દિવસથી આરંભી (અહીં આવ્યો હોય તે દિવસ સુધીની બધી આલોચના કરે એટલે શુદ્ધ બને.
પણ યથાકૃત, અલ્પપરિકર્મ અને સપરિકર્મ એ ત્રણ પ્રકારની તેની ઉપધિની વિચારણા કરવી જોઈએ. તે આ પ્રમાણે – ગીતાર્થ ગોકુળ વગેરેમાં આસક્ત બન્યા (દોષ સેવ્યા વિના આવ્યો હોય તે તેની ઉપધિનો ઉપઘાત થતું નથી અને પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. અગીતાર્થ પણ જે તેણે જઘન્યથી પણ ઘનિર્યુક્તિનું (શ્રવણ રૂપે) અધ્યયન કર્યું હોય અને તેથી ગોકુલ વગેરેમાં આસક્ત ન બન્યું હોય તો તેની પણ ઉપધિ હણાતી નથી. જનારા બે ગીતાર્થો હોય કે એક ગીતાર્થ અને એક અગીતાર્થ હોય અને ગોકુલ વગેરેમાં આસક્ત થતા હોય તો પણ તેમની ઉપાધિ (ગીતાર્થની નિશ્રા હોવાથી) હણાતી નથી, અને પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. આ પ્રમાણે એક કે અનેક જેઓ વિધિથી આવે, તેઓ આલેચના કરવાથી શુદ્ધ થાય છે.
(આવ્યા પછી) આવનારની યથાકૃત વગેરે ઉપધિ અહી રહેલાની યથાકૃત વગેરે (સમાન) ઉપધિની સાથે ભેળવે=ભેગી રાખે. જે રહેલાની ઉપધિ યથાકૃત ન હોય અને આવનારની યથાકૃત હોય તો પણ રહેલાઓની અલ્પપરિકર્મવાળી ઉપધિની સાથે ભેળવે રાખે જે ભેગી ન ભેળવે (=અલગ રાખે) તે અગીતાર્થને મારી ઉપધિ ઉત્તમને ઉપયોગ કરવા યોગ્ય શુદ્ધ છે માટે હુ જ સારો છું (શુદ્ધ) છું એમ ગૌરવનું કારણ બને. આમ અગીતાર્થને ગૌરવનું કારણ ન બને એ માટે યથાકૃત ઉપધિ અ૯૫૫રિકર્મ સાથે ભેળવી દે. ગીતાર્થ હોવાથી જો ગૌરવ ન કરે, તો આવનાર પિતાનું યથાકૃત પાત્ર રહેલાઓની પાસે યથાકૃત ન હોય તો તેમાં અ૮૫૫રિકમ પાત્ર સાથે ન ભેળવે, કિંતુ ઉત્તમ (નિર્દોષ) હોવાથી તેનો ઉપયોગ કરે. પણ જે ગીતાર્થ છતાં ગૌરવ કરે તો તેનું યથાકૃત પાત્ર રહેલાના અ૯પપરિકમ સાથે ભેળવે. યથાકૃતને ઉપગ અલગ કરવામાં આવે તો કેઈ અજાણ સાધુ તેના યથાકૃતને અલ્પપરિકમ સાથે ભેળવે, ત્યારે તે જોઈને તે ગીતાર્થ મારી ઉત્કૃષ્ટ ઉપધિ અશુદ્ધની સાથે શા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org