________________
गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ]
[ ૪૭
આચાર્ય કે ઉપાધ્યાય તરીકે સ્વીકારવા, અર્થાત્ પેાતાના ગુરુ તરીકે સ્થાપવા. આચાય -ઉપાધ્યાયના ઉદ્દેશન માટે અન્યગચ્છમાં જવાનુ થાય તે ‘પણ જ્ઞાન-દેશન-ચારિત્ર એ ત્રણ માટે થાય. તેમાં જ્યારે મહા (બૃહત્ ) પશ્રુત ભણવાનું હોય ત્યારે જ્ઞાન નિમિત્તે અન્ય આચાય કે ઉપાધ્યાયના સ્વીકાર માટે અન્યગચ્છમાં જવાનુ થાય. તેમાં કેટલાક આચાર્યના કુલમાં કે ગણુમાં મહા (બૃહત્) કલ્પશ્રુત ભણેલા હાય, તેઓએ પેાતાના ગણુમાં એવી મર્યાદા કરી હોય કે જે આગન્તુક અમારા શિષ્ય થઇને રહે, તેને જ મહા (બૃહત) કલ્પશ્રૃત ભણાવવું, અન્યને નહિ. તેા ઉત્સર્ગથી તે ગણમાં ઉપસ‘પદા ન લેવી. જો ખીજે મહા (બૃહત્) કલ્પવ્રુત (ભલા) ન હૈાય, તે તેના અધ્યયન માટે તે ગણના આચાર્ય ને પણ પાતાના કરે, તેમને આચાર્ય તરીકે સ્વીકારે, એમ સ્વીકારીને તે શ્રુતનું અધ્યયન પૂર્ણ થતાં છેડી દે, અને પૂના (પેાતાના) આચાર્યની પાસે જ જાય, ત્યાં ન રહે. કારણ કે શિષ્ય થઈને રહે તેને જ મહાકલ્પશ્રુત ભણાવવું” તેવી મર્યાદા તે તેના સ્વેચ્છાચાર છે, જિનાજ્ઞા એવી નથી. જિનેશ્વરાએ એમ નથી કહ્યું કે શિષ્ય તરીકે રહે તેને જ શ્રુત ભણાવવું. માટે અધ્યયન પૂર્ણ થતાં તેને છેડીને મૂળ સ્થાને જાય.
દન નિમિત્તે બીજાને આચાય કે ઉપાધ્યાય તરીકે સ્વીકારવામાં વિદ્ય, મત્ર વગેરે શિખવુ એ કારણેા છે. અર્થાત્ દશનપ્રભાવક વિદ્યા, મંત્ર અને નિમિત્ત (શાસ્ત્ર) માટે તથા તર્કશાસ્ત્ર (=પ્રમાણ શાસ્ત્ર) ભણતા માટે અન્ય પણ આચાય ને પેાતાના આચાય કરવા તેમના ગચ્છમાં ઉપસ’પત્તા સ્વીકારે. [૪૬]
चरणट्ठा पुच्वगमो, ओसन्नोहाविए व कालगए । आयरियउवज्झाए, मग्गणया छव्विहोसन्ने ॥४७॥
'चरणदृ'ति । चरणार्थमन्याचार्यादेशने 'पूर्वगमः' प्रागुक्त एव गमो भवति । अथवा आदेशा भवन्ति — अवसन्ने 'अवधाविते वा' गृहस्थीभूते कालगते वाऽऽचार्योपाध्यायेऽन्याचार्योपाध्यायोद्देशनाय गणान्तरगमनं भवति । तत्रावसन्ने पार्श्वस्थाव सन्नकुशीलसंसक्तनित्यवासियथाच्छन्दभेदेन विधे वक्ष्यमाणा मार्गणा भवति ||१७||
ચારિત્ર માટે અન્ય આચાર્ય ને સ્વીકારવામાં પહેલાં કહેલા જ પ્રકાર (વિધિ) છે. અર્થાત્ પહેલાં (=સભાગના વર્ણનમાં) જે કહ્યું છે તે જ વિધિ જાણવા. અથવા તેમાં આટલા વિકલ્પે। છે :- પાતાના આચાય કે ઉપાધ્યાય અવસન્ન (શિથિલ) કે ગૃહસ્થી થઈ ગયા હાય, અથવા તેા કાલધમ પામ્યા હોય, ત્યારે અન્ય આચાય કે ઉપાધ્યાયના સ્વીકાર માટે ખીજા ગચ્છમાં જવાનુ થાય. તેમાં પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત,
* જેમ સંમેગ માટે અન્યગચ્છમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ માટે જવાનું થાય તેમ અન્ય આચાય કે ઉપાધ્યાયનું ઉદ્દેશન એટલે સ્વીકાર પણુ જ્ઞાન-દર્શીન-ચારિત્ર એ ત્રણ કારણે જ થાય, એમ ‘પણ’ શબ્દના અહીં પૂ પાઠ સાથે સંબંધ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org