Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ચિત્તને વિક્ષિપ્ત ચિત્ત કહેવાય છે. માત્ર સત્ત્વગુણમાં જ પ્રાધાન્યનો અનુભવ કરનારું સ્વભાવસ્થિત ચિત્ત પરપ્રસંખ્યાન સ્વરૂપ છે અને ચિત્તની સર્વવૃત્તિઓનો નિરોધ થવાથી ચિત્ત નિરુદ્ધ કહેવાય છે.
ઉપર જણાવેલા ક્ષિપ્ત મૂઢ અને વિક્ષિપ્ત ચિત્તની ભૂમિઓનું જે વ્યુત્થાન છે અને નિરુદ્ધ ચિત્તની ભૂમિ સ્વરૂપ જે નિરોધ છે, તેના સંસ્કારનો અનુક્રમે જે તિરોભાવ અને પ્રાદુર્ભાવ છે; તે અહીં નિરોધસ્વરૂપ પરિણામ છે. વર્તમાન માર્ગની અભિવ્યક્તિ એ અહીં પ્રાદુર્ભાવ છે અને પોતાનું કાર્ય કરવાના સામર્થ્યનો અભાવ : એ અહીં સંસ્કારનો તિરોભાવ છે.
ચિત્તની વૃત્તિઓ અને ચિત્ત એ બંન્ને અભિન્ન હોવાથી વૃત્તિઓનો નિરોધ હોવા છતાં વૃત્તિમય ચિત્તના નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી પ્રશાંતવાહિતાની પ્રાપ્તિ થાય છે - એમ વર્ણવ્યું છે. પાતંજલયોગસૂત્ર(૩-૧૦)માં એ પ્રમાણે વર્ણવતાં જણાવ્યું છે કે “નિરોધજન્ય સંસ્કારથી ચિત્તની પ્રશાંતવાહિતાનો લાભ થાય છે. આ નિરોધ શું છે? એવી શંકાનું સમાધાન શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવ્યું છે, જેનો આશય ઉપર જણાવ્યો છે. વ્યુત્થાન-સંસ્કારોની અતીત અવસ્થા (સ્વકાર્ય કરવાની અસમર્થતા) અને નિરોધસંસ્કારની વર્તમાનતા સ્વરૂપ ચિત્તનો નિરોધ - પરિણામ છે. ક્ષણે ક્ષણે ત્રિગુણાત્મક ચિત્તની ચંચળતા હોવા છતાં પૂર્વાપર ક્ષણમાંના પરિણામોના અભાવમાં પણ બન્ને ક્ષણોમાં ચિત્તનો સંબંધ હોય છે જ. આવા પ્રકારની ચિત્તની સ્થિરતાને લઈને ચિત્તના નિરોધ - પરિણામનો વ્યવહાર થાય છે. ક્ષણે ક્ષણે જે ચિત્તમાંથી વ્યુત્થાન - સંસ્કારોનું નિર્ગમન અને નિરોધજન્ય સંસ્કારોનો પ્રવેશ છે; તે સ્વરૂપ અહીં ચિત્તનો નિરોધ - પરિણામ છે. આ વાતને જણાવતાં પાતંજલયોગસૂત્ર(૩-૯)માં જણાવ્યું છે કે –
વ્યુત્થાન અને નિરોધના સંસ્કારોનો અનુક્રમે જે અભિભવ અને પ્રાદુર્ભાવ છે, તેને નિરોધસ્વરૂપ ચિત્તસંબંધાત્મક નિરોધપરિણામ કહેવાય છે...ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. આ સ્થાને સાતમા ગુણસ્થાનકની અને સામર્થ્યયોગની અવસ્થાનું અનુસંધાન કરવાથી ઉપર્યુક્ત પદાર્થને સમજવાની થોડી અનુકૂળતા થશે. ll૨૪-૨૩ નિરોધ પરિણામનું વર્ણન કરીને પ્રસંગથી સમાધિ-પરિણામનું વર્ણન કરાય છે–
सर्वार्थतैकाग्रतयोः, समाधिस्तु क्षयोदयौ ।
तुल्यावेकाग्रता शान्तोदितौ च प्रत्ययाविह ॥२४-२४॥ सर्वार्थतेति-सर्वार्थता चलत्वान्नानाविधार्थग्रहणं । चित्तस्य विक्षेपो धर्म एकाग्रता एकस्मिन्नेवालम्बने सदृशपरिणामिता तयोः । क्षयोदयौ तु अत्यन्ताभिभवाभिव्यक्तिलक्षणौ समाधिरुद्रिक्तसत्त्वचित्तान्वयितयाऽवस्थितः समाधिपरिणामोऽभिधीयते । यदुक्तं-“सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः” इति [३-११] । पूर्वत्र विक्षेपस्याभिभवमात्रम्, इह त्वत्यन्ताभिभवोऽनुत्पत्तिरूपोऽतीताध्वप्रवेश
એક પરિશીલન