________________
સમરો મંત્ર ભલો નવકાર
(ભવ-અટવીના અનેકવિધ ભયો વચ્ચે ઘેરાયેલા માનવજીવનને શ્રીનવકારની ભાવપૂર્વકની મૈત્રી, નિર્ભયપણે આગળ વધવામાં અમાપ સહાય બક્ષે છે.)
(૧) અલ્પ પરિશ્રમથી, અલ્પ સમયથી અને ધનના વ્યય વિના સાધ્ય કોઈ પણ શુભ ક્રિયા હોય તો તે શ્રીપરમેષ્ઠિ નમસ્કારમહામંત્રના જાપની ક્રિયા છે, અલ્પ પરિશ્રમઅલ્પ સમયથી સાધ્ય અને ધનવ્યય બિલકુલ ન હોવા છતાં પણ એનો લાભ મહાન છે.
સર્વ પાપનો નાશ કરનાર અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ પણ એ જ નમસ્કાર મહામંત્ર છે.
અનંત જ્ઞાનીઓની દષ્ટિમાં સઘળાય મંગલો આવી ગયાં હતા, તે સર્વમાં નમસ્કાર મંત્રને સૌથી વધારે મહત્ત્વનું સ્થાન આપ્યું છે. બીજા શાસ્ત્રોને શ્રુતસ્કંધ કહ્યાં છે. જ્યારે નવકારને મહાશ્રુતસ્કંધ કહેલ છે. નવકાર એ શબ્દથી નાનો હોવા છતાં અર્થથી અતિ મહાનું છે અને તેનું ફળ તો ગજબ છે. તેથી જ પ્રત્યેક કાર્યોની શરૂઆતમાં જ્ઞાનીઓ તેનું સ્મરણ કરવાનું વિધાન કરે છે. ઉઠતાં નવકાર, બેસતાં નવકાર, સુતાં નવકાર, જાગતાં નવકાર, પ્રયાણ કરતાં કે પ્રવેશ કરતાં, પચ્ચખાણ પારતાં કે ભોજન કરતાં, જન્મ વખતે કે મરણ વખતે, દુઃખમાં કે સુખમાં, માંદગીમાં કે આરોગ્યમાં, વ્રતોચ્ચારમાં નંદી સંભળાવવામાં, સૂત્ર ભણતાં, પમ્પીસૂત્ર બોલતાં કે સામાયિકાદિ ઉચ્ચરતાં, અટવીમાં કે કોઈપણ સંકટમાં યાવત્ જરૂર પડે તો અશુચિ વખતે પણ નવકારના સ્મરણનો નિષેધ કર્યો નથી.
શાસ્ત્રની આજ્ઞા છે કે બાળક કે બાળકના જન્મ વખતે પણ નવકાર સંભળાવવો જોઈએ. ન્હાનું-મોટું કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે પ્રથમ નવકારનું સ્મરણ કરીને પછી તે કાર્ય શરૂ કરવું જોઈએ, તેથી જ વ્યાખ્યાનમાં સૌથી પ્રથમ નવકાર બોલાય છે. સામાયિક લેતાં પહેલાં પણ નવકાર ગણવામાં આવે છે. સાધુને આહાર વાપરવા પહેલાં પણ નવકાર ગણવાનું શાસ્ત્રીય વિધાન છે. પ્રયાણ વખતે અપશુકન કે દુર્નિમિત્તાદિના પ્રતિઘાત માટે નવકારનું સ્મરણ કરીને પ્રયાણ કરવાનું શાસ્ત્રીય વિધાન છે. આ રીતે માણસ ઉઠે ત્યારથી સુઈ જાય ત્યાં સુધી વારંવાર શ્રીનવકારનું વિધાન છે.
એ પ્રમાણે મનુષ્યના જીવન વ્યવહારની સાથે નવકારનું સ્મરણ ઓત-પ્રોત રહેલું
:
૧. પંચકવસ્તુ-ગાથા-૩૫૫. ૨. વ્યવહારસૂત્ર-ટીકા.
ધર્મ અનુપ્રેક્ષા ૫