________________
ભાવાર્થ :
જગતના ભૂષણસમાન હે સર્વ જીવોના નાથ! આ પૃથ્વી પર તમને તમારા વાસ્તવિક સત્યગુણોથી સ્તુતિ કરનારાં પ્રાણીઓ તમારા જેવા થાય છે. તેમાં કોઈ પણ આશ્ચર્ય નથી કારણ કે આ જગતમાં જે કોઈ સ્વામી પોતાના સેવકોને પોતાના જેવી સમૃદ્ધિવાળા ન કરે તેવા સ્વામીથી શું ફાયદો? કાંઈ જ નહીં. અર્થાત્ તમારી સ્તુતિ કરવાથી હું પણ તમારા જેવો થઈશ એવો કવિનો આશય છે. /૧૦
ભક્તામર શ્લોક ૧૧ દૃષ્ટવા ભવન્તમનિમે જ વિલોકનીય, નાડન્યત્રા તોષમુપયાતિ જનસ્ય ચક્ષુ: | પીવા પયઃ શશિકરઘુતિદુપ્પસિન્ધો ,
ક્ષાર જલ જલનિધે રશિતું ક ઈચ્છે ત્! ||૧૧|| જોવા જેવા જગમહીં કદી હોય તો આપ એક, બીજા સર્વે પદ પ્રભુતણુ પામતાં નિત્યમેવ; પીધું હોય ઉજળું દૂધ જો ચંદ્ર જેવું મજાનું,
ખારાં ખારાં જલધિજળને કો પીએ કેમ માનું ? / ૧૧ // ભાવાર્થ :
હે પ્રભુ! સ્થિર દૃષ્ટિએ જોવા લાયક એવા આપને જોયા પછી માણસની દષ્ટિ બીજાને જોવામાં સંતોષ પામતી નથી. જેમ ચંદ્રના કિરણ જેવી ઉજ્જવળ કાંતિવાળા ક્ષીર સમુદ્રના જળનું પાન કર્યા પછી લવણ સમુદ્રનું ખારું પાણી પીવાની ઇચ્છા કોણ કરે? અર્થાત્ કોઈ ન કરે.
તીર્થકર ભગવાનનું દર્શન ક્ષીરસાગરના જળ જેવું છે અને અન્ય દેવોનું દર્શન લવણસમુદ્રના જળ જેવું છે. ||૧૧||
ભક્તામર બ્લોક ૧૨ હૈ : શાન્તરાગચિભિઃ પરમાણુભિન્દ્ર, નિમપિતસ્ત્રિ ભુવને ક-લલામભૂત ! તાવન્ત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યો !
યત્તે સમાનમપર ન હિ રુપમસ્તિ ||૧૨|| જે જે ઊંચા અણુજગતમાં ઠામ ઠામે પડ્યા છે, તે તે સર્વે ગ્રહી ગ્રહી અહા આપ માંહી જડ્યા છે;
Jain Education International
For Private
sonal Use Only
www.jainelibrary.org