________________
સ્તોત્ર રચવાનો પ્રયત્ન કર્યો છે તે તમારા જ પ્રભાવથી છે. વળી તે સપુરુષોના મનનું રંજન કરશે. કેમકે કમલિની પર પડેલ જળનું બિંદુ મોતીની શોભા પામે છે.
તમારા પ્રભાવથી મારા જેવા મંદબુદ્ધિનું સ્તોત્ર પુરુષોને આનંદકારક થશે. [૮
ભક્તામર શ્લોક ૯ આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્તદોષ, વસંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ / દૂરે સહસ્ત્રકિરણઃ કુરુતે પ્રભૈવ, પદ્માકરેછુ જલજાનિ વિકાસભાજ્જિ ||૯|ી. દૂર રાખે સ્તવન કરવાં આપનાં એકધારાં, પાપો નાસે જગજન તણાં નામ માત્ર તમારાં; જો કે દૂર રવિ રહી અને કિરણોને પ્રસારે,
તો યે ખીલે કમલદલ તે કિરણોથી વધારે. / ૯ //. ભાવાર્થ :
હે સ્વામીનું ! સમસ્ત પ્રકારના દોષને નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું માત્ર તમારી આ ભવ અને પરભવની ચરિત્રની કથા જ અથવા તમારું નામ સ્મરણ ત્રણ જગતના પ્રાણીઓના પાપનો નાશ કરે છે.
જેમ સૂર્ય તો દૂર રહે માત્ર તેના કિરણોની કાંતિ સરોવરમાં રહેલ કમળોને વિકસિત કરે છે. // ૯ ||
ભક્તામર બ્લોક ૧૦ નાયભુત ભુવનભૂષણ ભૂત ! નાથ! ભૂર્ત ગુર્ણભુવિ ભવન્તમભિ દ્વન્તઃ | તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિં વા,
ભૂત્યાશ્રિત ચ ઈહ નાત્મસમે કરોતિ // ૧૦ના એમાં કાંઈ નથી નવીનતા નાથ દેવાધિદેવા, ભક્તો સર્વે પદપ્રભુ તણું પામતા નિત્યમેવ; લોકો સેવે કદી દાનીકને તો ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદતણી આપ જેવા જ થાય. // ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(પ)