________________
ભક્તામર બ્લોક ૫
સોડહં તથાપિ તવ ભક્તિવશાન્મુનીશ ! કમ્ સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત્તઃ । પ્રીત્યાત્મ વીર્યમવિચાર્ય મૃગો મૃગેન્દ્ર, નાન્યેતિ કિં નિજશિશોઃ પરિપાલનાર્થમ્ || ૫ || એવો હું છું ગરીબજન તોયે પ્રભુભક્તિ કાજે, શક્તિ જોકે મુજમહીં નથી ગુણ ગાઈશ આજે; જો કે શક્તિ નિજમહીં નથી તોયે શું મૃગલાઓ, રક્ષા માટે નથી, શિશુતણી સિંહસામે જતાએ. || ૫ ||
ભાવાર્થ :
હે મુનીશ્વર ! હું શક્તિરહિત છતાં પણ તમારી ઉપરની ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવા તૈયાર થયો છું. જેમ મૃગ પોતાનાં બચ્ચાનાં રક્ષણ માટે સિંહની સન્મુખ શું યુદ્ધ કરવા નથી દોડતો ? દોડે છે જ.
સિંહ સામે મૃગનું પરાક્રમ હાંસીપાત્ર છે તેમ તમારું સ્તોત્ર ક૨વામાં હું હાંસીપાત્ર થઈશ. ॥ ૫ ॥
ભક્તામર શ્લોક ૬
અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસ ધામ, ત્વદ્ ભક્તિરેવ મુખરી કુરુતે બલાત્મામ્ । યત્ કોકિલઃ કિલ મધૌ મધુર વિૌતિ, તચ્ચારુચૂત કલિકા નિકરૈકહેતુઃ ।।૬।।
જો કે હું છું મતિહીન ખરે લાગુ છું પંડિતોને, તોયે ભક્તિવશ થકી પ્રભુ હું સ્તવું છું તમોને; કોકિલાઓ ટહુટહુ કરે ચૈત્રમાંહી જ કેમ?
માનું આવે પ્રતિદિન અહા આમ્રનો મો૨ જેમ. ।। ૬ ।।
ભાવાર્થ :
હે સ્વામી ! હું અલ્પજ્ઞાનવાળો- જ્ઞાનરહિત છું, તેથી વિદ્વાનોમાં હું હાંસીપાત્ર છું, તો પણ તમારી ઉપરની ભક્તિ જ મને બળાત્કારે તમારી સ્તુતિ કરવા વાચાળ બનાવે છે, તે યોગ્ય જ છે; કેમકે વસંતઋતુમાં કોયલ જે મધુર શબ્દ કરે છે. તેનું કારણ નિશ્ચે સુંદર આંબાના મ્હોરનો સમૂહ જ
છે.
Jain Education International
For Private & Personal Use Only
(3)
www.jainelibrary.org