________________
( ૪ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધરગેત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા તે રાત્રે સૂતી જાગતી તે દેવાનંદા માહણી સેજ-પથારીમાં સૂતાંસૂતાં આ પ્રકારનાં ઉદાર, કલ્યાણપ, શિવરૂપ, ધન્ય અને મંગલરૂપ તથા શોભાસહિત એવાં ચૌદ મહાવપ્નને જોઈને જાગી ગઇ.
| \ તે વૈદ રવાનાં નામ આ પ્રમાણે છે:– ૧ ગજ-હાથી, ૨ વૃષભ-બળદ, ૩ સિંહ, ૪ અભિષેક-લક્ષ્મીદેવીને અભિષેક, ૫ માળા-ફૂલની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય-સૂરજ, ૮ ધ્વજ, ૯ કુંભ-પૂર્ણકલશ, ૧૦ પદ્મસરોવર-કમલેથી ભરેલું સરોવર, ૧૧ સાગર-સમુદ્ર, ૧૨ દેવવિમાન કે દેવભવન, ૧૩ રત્નરાશિ-રત્નોનો ઢગલો અને ૧૪ અગ્નિ-ધૂમાડા વગરને અગ્નિ.
૬ તે વખતે તે દેવાનંદા માહણી આ પ્રકારનાં ઉદાર, કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય અને મંગલરૂપ તથા શાભાસહિત એવાં ચૌદ મહારવપ્નને જોઈને જાગી જતાં હરખી, સંતોષ પામી, ચિત્તમાં આનંદ પામી અને તેના મનમાં પ્રીતિ નીપજી, તેણીને પરમ સૌમનસ્ય થયું, હરખને લીધે તેણીનું હૃદય ધડકવા લાગ્યું-પ્રબ્રિત થયું, મેધની ધારાઓ પડતાં જેમ કદંબનું ફૂલ ખીલી જ્ય–તેના કાંટા ખડા થઈ જાય તેમ તેણીનાં રામરોમ ખડાં થઈ ગયાં. પછી તેણીએ પોતાને આવેલાં સ્વમોને યાદ કર્યા, વમોને યાદ કરી તે પોતાની પથારીમાંથી ઊભી થઇને તેણી ધીમેધીમે અપલપણે વેગરહિતપણે
સં. ના. રૂ. વિ. રાજા બોસ-૧૩.
manale