________________
સુગંધી ફૂલો ગુંથેલાં છે. અર્થાતુ એમાં છએ ઋતુમાં ખિલતાં ફૂલની માળાઓ મળેલી છે, માળાને મુખ્યવર્ણ ધોળો છે છતાં તેમાં બીજાં બીજ રંગબેરંગી ફૂલો ભળેલાં હોવાથી તે વિવિધ રંગી શોભાયમાન અને મનહર દીસે છે તથા એમાં વિવિધ ભાત પડે એ રીતે ફૂલ ગેઇવેલાં છે એથી એ અચરજ પમાડે એવી લાગે છે. વળી, એ માળામાં ઉપર નીચે આગળ પાછળ એમ બધી બાજુઓમાં ગણગણાટ કરતાં થર્ષદ, મધમાખી અને ભમરાઓનાં ટોળાં મળેલાં છે એથી એ માળાના તમામ ભાગે ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે. ૫ - ૩૯ હવે છ સ્વમે માતા ચંદ્રને જુએ છે. એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં ફીણુ, પાણીનાં બિંદુઓ અને રૂપાને ધડે એ બધાની જે વર્ણ–રંગે ધોળા છે, શુભ છે, હૃદય અને નયન એ બન્નેને ગમે એવો છે, બરાબર સંપૂર્ણ-પૂરેપૂરો છે, ગાઢાં અને ઘેરાં અંધારાંવાળાં સ્થળાને અંધારાં વગરનાં બનાવનાર એવે એ ચંદ્ર છે તથા પક્ષ પૂરો થતાં એટલે શુકલપક્ષ પૂરો થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાએ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એવા, કુમુદનાં વનોને ખિલવનાર, રાત્રિને શોભાવનાર, ચેકખા કરેલા દર્પણના કાચ જેવા ચમકતા, હંસ સમાન ધોળા વર્ણવાળા, તારા અને નક્ષત્રોમાં પ્રધાન, તથા તેમને શોભાવનાર, અંધારાને શત્રુ, કામદેવના 'બાણોને ભરવાના ભાથા સમાન, દરિયાના પાણીને ઊછાળનારો, દ્રમણી અને પતિ
સ, ના. . વિ. બારસાસુત્ર-પ૩
ગાદ
Farmonale Usey
13 પાક થાપા