________________
छालाका
પરવાનાના
સં. ના. રૂ .વ.
બારસાસૂત્ર-૭૦
Jain Education International
તુષ્ટિ કરનારાં, દીર્ઘાયુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હે દેવાનુપ્રિયે! તમે મંગલ કરનારાં સ્વપ્ના દીઠાં છે. તે જેમકે; તમે જોયેલાં સ્વપ્નાથી આપણને હૈ દેવાનુપ્રિયે! અર્થના લાભ થવો જોઈએ. હે દેવાનુપ્રિયે! ભાગના લાભ થવા જોઈએ, પુત્રના લાભ થવા જેઈએ, એ જ રીતે સુખના લાભ અને રાજ્યના લાભ થવા જેઈએ. ખરેખર એમ છે કે હે દેવાનુપ્રિયે! તમે નવ મહિના બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત રાતદિવસ વીત્યા પછી અમારા કુલમાં ધ્વજ સમાન, અમારા કુલમાં દીવા સમાન, એ જ પ્રમાણે કુલમાં પર્વત સમાન અચળ, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, કુલની કીર્તિ કરનાર, કુલના બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂરજ સમાન, કુલના આધારરૂપ, કુલની વૃદ્ધિ કરનાર, કુલના જશ વધારનાર, કુલને છાંયા આપનાર વૃક્ષસમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર, એવા પુત્રને જન્મ આપશેા. વળી, તે જનમનાર પુત્ર હાથેપગે સુકુમાળ, શરીર અને પાંચે ઇંદ્રિયાથી પૂરો તથા જરાપણ ખાડ વગરના હશે તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષણાથી એટલે હાથપગની રેખાએ વગેરેથી અને વ્યંજનાથી એટલે તલ, મસ વગેરેથી યુક્ત હશે. એના શરીરનું માન, વજન અને ઉંચાઈ એ પણ બધું બરાબર હશે તથા એ પુત્ર સર્વાંગે સુન્નત, સુંદર, ચંદ્રસમાન સૌમ્યકાંતિવાળા, કાંત, પ્રિય લાગે એવા અને દર્શન કરવું ગમે એવા હશે અર્થાત્ હે દેવાનુપ્રિયે! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જનમ આપો.
For Pemonas&Private Use Dirty
(मरी खराब।
જરાયા)
90